મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીના 39 સ્ટાર પ્રચારકો: વિશાલ દદલાણી પણ સામેલ

સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ યાદીમાં સામેલ

 

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. સિંગર વિશાલ દદલાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર પ્રચારમાં સૌથી પહેલું નામ અરવિંદ કેજરીવાલ અને બીજા નંબરે મનિષ સિસોદીયા છે.

જો કે એક સવાલ કેજરીવાલને પૂછવામાં આવ્યો હતો કે તમારા સ્ટાર પ્રચારક કોણ હશે ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે જનતા. આમ આ લિસ્ટ જાહેર થયા બાદ નક્કી થઈ ગયું કે કુલ 39 લોકો દિલ્હીમાં આમ આદમીને જીતાડવા માટે સભાઓ કરશે અને લોકોની પાસે મતની માગણી કરશે.

(1:18 am IST)