Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વાહ ભૈ વાહ...મોંઘવારીમાં વધુ રાહત મળવાના એંધાણ

એશિયન વિકાસ બેંકનો દાવો... ૨૦૧૯-૨૦માં ભારતમાં મોંઘવારી ઘટીને ૪.૧૦ ટકા રહેશેઃ શાકભાજી, ફળ, દૂધ, દાળ, ઈંડા, મટન, માછલી જેવા ખાદ્યપદાર્થોના ભાવ વધુ ઘટશે

નવી દિલ્હી, તા. ૨૨ :. ભારતીય ગ્રાહકો માટે મોંઘવારીના મોર્ચે સારા સમાચાર છે. આગામી મહિનાઓમાં શાકભાજી, ફળ, દુધ, દાળ, ઈંડા, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થોની કિંમતો ઘટી શકે છે. એશિયાઈ વિકાસ બેંક (એડીબી)એ પોતાના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

એડીબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રૂપિયામાં મજબુતી તથા જીડીપીના પૂર્વાનુમાનમાં ઘટાડાના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં મોંઘવારી ઘટીને ૪.૧૦ ટકા રહેશે. એડીબીએ કહ્યું કે ખાદ્ય મોંઘવારીમાં ઓછો વધારો, ઓકટોબર ૨૦૧૮ પછી રૂપિયાની મજબુતી અને જીડીપી વૃદ્ધિ દરમાં અનુમાનમાં ઘટાડાના કારણે ભારતની મોંઘવારીનું અનુમાન ૦.૨ ટકા ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૪.૧૦ ટકા અને ૨૦૨૦-૨૧ માટે ૪.૪૦ ટકા કરાયુ છે. એડીબીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ક્રુડની કિંમતોમાં વધઘટ ચિંતાકારક છે. એડીબીએ જીડીપી વૃદ્ધિના દરનુ અનુમાન ૦.૨૦ ટકા ઘટાડીને સાત ટકા કર્યુ છે.

જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારી જૂનમાં ઘટીને છેલ્લા ૨૩ મહિનાના નીચલા સ્તરે ૨.૦૨ ટકા પર આવી ગઈ. શાકભાજી, પેટ્રોલીયમ અને વિજળીના સામાનની કિંમતોમાં ઘટાડાના કારણે મોંઘવારી દર સતત બીજા મહીને ઘટયો છે. જૂન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. જૂનમાં છૂટક મોંઘવારી વધીને ૩.૧૮ ટકા થઈ હતી. તેમ છતા ફળોમાં મોંઘવારી દરમાં વધારો ઓછો જોવા મળ્યો હતો. એવું મનાઈ રહ્યુ છે કે, આગામી મહિનાઓમાં મોંઘવારી દરમાં હજુ પણ ઘટાડો ચાલુ રહેશે.

(10:30 am IST)
  • ઓગષ્ટમાં ર દિવસ ભૂતાન જશે નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પડોશી ભૂતાનની ર દિવસની મુલાકાત લેવા આવતા મહિને ઓગષ્ટમાં જઇ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજવીના મહેમાન બનશે access_time 1:22 pm IST

  • જયારે ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ પાકિસ્તાનમાં આ અઠવાડીયાના અંત ભાગે આ વરસાદી દોર પહોંચી સારો વરસશે access_time 11:36 am IST

  • રાજકોટમાં વધુ એક સરેઆમ હત્યા : શાસ્ત્રી મેદાન નજીક હત્યા :શાસ્ત્રી મેદાન નજીક બે રિક્ષા ચાલક વચે મોટી બબાલ બાદ ખેલાયો : રજાક પર સાજીદ દ્વારા છરી વડે હુમલો કરતા હત્યા થયાંનાં અહેવાલ : હત્યારો રિક્ષા ચાલક સાજીદ ફરાર access_time 6:45 pm IST