Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

તાંઝાનિયાના વ્યક્તિના પેટમાં હતું 24 કિલોનું ટ્યુમર : ભારતમાં કરાયુ સફળ ઓપરેશન

 

દિલ્હીની એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ તાંઝાનિયાના એક વ્યક્તિના પેટમાંથી 24 કિલોનું ટ્યુમર બહાર કાઢ્યુ હતુ. તાંઝાનિયાના એલાયસ જૉન જાવેના પેટમાં ડિસેમ્બર 2017થી દર્દ હતુ. ગયા વર્ષે તેને આની સર્જરી પોતાના દેશમાં કરાવી હતી, જે સફળ રહી હતી.

32 વર્ષનાં એલાયસ જૉને ભારતમાં સર્જરી સફળ થયા બાદ કહ્યુ હતુકે, તાંઝાનિયામાં સર્જરી કરાઈ, ડોક્ટરોએ લાંબો ચીરો મૂક્યો પરંતુ તેઓ સફળ થઈ શક્યા હતા. ત્યાર બાદ મે ઈન્ટરનેટમાં વાચ્યું હતુકે, આફ્રિકાના લોકો સર્જરી માટે ભારતમાં આવે છે

એલાયસની સર્જરી સાલીમાર બાગના ફોર્ટિસ હોસ્પિટલમાં 31 મેએ થઈ હતી. ફોર્ટિસમાં ગેસટ્રોઈટેસ્ટિનલ ઓનક્લોજીના ડાયરેક્ટર ડૉક્ટર પ્રદીપ જૈને જમાવ્યુ હતુકે, ટ્યુમર બહુજ મોટુ હતું, દર્દીને જોઈને એવું લાગી રહ્યુ હતુકે, તેના પેટમાં બે બાળકો છે.

(10:46 pm IST)