Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલિયમ ચીજોના ભાવ વધશે

નવીદિલ્હી,તા.૨૨: છેલ્લાં કેટલાંક સમયથી અમેરિકા અને ઈરાન વ્ચચેના સંબંધો તણાવપૂર્ણ બની રહ્યા છે ત્યારે અને ઈરાને અમેરિકાના ડ્રોનને તોડી પાડતા પેટ્રોલિયમ ચીજોના ભાવમા વધારો થવાની સંભાવનાથી ભારતમા પણ આવી ચીજોના ભાવમા વધારો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. ગઈકાલે કાચા તેલની કિમતમા પાંચ ટકાનો વધારો થતા તેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડી શકે તેમ છે.

દરમિયાન ભારત તરફથી ઓપેકના મુખ્ય સભ્ય દેશ સાઉદી અરબને તેલના ભાવોને કાબૂમા રાખવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા જણાવવામા આવ્યુ છે. બ્રેટના કાચા તેલની કિમતમા ગઈકાલે પાંચ ટકા વધારો થયો હતો. જે જાન્યુઆરી બાદ સૌથી વધારે રહ્યો છે. આવા વધારાથી હાલ બ્રેટના કાચા તેલના પ્રતિ લીટર ભાવ ૬૫ ડોલર થઈ ગયા છે.

અત્રે ઉલલેખનીય છે કે હોર્મુજ જલડમરુ મધ્ય પર ઈરાની દળો દ્વારા અમેરિકાની નૌસેનાના એક ડ્રોનને  તોડી પાડવામા આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે કડક પગલા લેવામા આવતા આ વિસ્તારમા તણાવની સ્થિતી ઉભી થઈ ગઈ છે જો કે હાલ આ વિસ્તારમા કોઈ અન્ય ઘટના બની નથી પણ તેલના ભાવમા વધારો થવાની સંભાવના છે તેના કારણેતેની  અસર ભારત પર પણ પડી શકે તેમ છે આ અંગે ભારતના પેટ્રોલિયમ મંત્રીએ સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી સાથે વાત કરી છે.

(4:00 pm IST)