Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ટ્રમ્પ સામે લેખિકાએ જાતિય શોષણનો આક્ષેપ કરતા ખળભળાટ

લેખિતા ઈ જીન કેરોલે આગામી પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો છે કે ૯૦ના દાયકામાં ન્યૂયોર્કમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ડ્રેસિંગ રૂમની અંદર ટ્રમ્પે તેની જાતિય સતામણી કરી હતી

વોશિંગ્ટન, તા. રર : ન્યૂયોર્ક સ્થિત એક લેખિકા અને લાંબા સમય સુધી મહિલાઓને માર્ગદર્શન પુરું પાડનાર કોલમિસ્ટે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાતિય સતામણીનો સણસણતો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ આક્ષેપ એવા સમયે કરવામાં આવ્યો છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ની ચૂંટણી માટે પોતાના પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ આ પ્રકારના આક્ષેપને ફગાવી દીધો હતો અને તેને ફેક ન્યુઝ ગણાવ્યા હતા.

લેખિતા ઈ જીન કેરોલે આગામી પુસ્તકમાં દ્યટસ્ફોટ કર્યો છે કે ૯૦ના દાયકામાં ન્યૂ યોર્કમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ડ્રેસિંગ રૂમની અંદર ટ્રમ્પે તેની જાતિય સતામણી કરી હતી. આ પુસ્તકના કેટલાક અંશો વેબસાઈટ પર સૌપ્રથમ પ્રકટ કરવામાં આવ્યા છે.

જો કે કેરોલે ટ્રમ્પનું નામ પ્રથમ પુરૂષ તરીકે દર્શાવ્યું નહતું અને તેણે પુસ્તકમાં લખ્યું છે કે, શ્નકદરૂપા પુરૂષ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૩ વર્ષ અગાઉ બર્ગોર્ફ ગુડમેન સ્ટોરમાં મારી જાતિય સતામણી કરી હતી. જો કે મારા જીવનમાં આવું કરનારા વ્યકિતઓમાં તેઓ એકમાત્ર નથી.

લેખિકાના આગામી પુસ્તકના અંશો ન્યૂયોર્ક સ્થિત એક મેગેઝિનમાં પ્રકાશિત થયા છે. તેના મુજબ લેખિકાએ જણાવ્યું હતું કે, શ્નતે સમયના રીયલ એસ્ટેટના બાદશાહ ગણાતા ટ્રમ્પે મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેણે મારા ડ્રેસની અંદર હાથ નાંખી દીધો હતો અને મારા આંતૅંવસ્ત્રો કાઢ્યા હતા. બાદમાં ટ્રમ્પ ખૂબ જ વાસનાતૂર બની ગયા હતા. તેમણે પોતાનું પેન્ટ પણ ઉતાર્યું હતું. કેરોલ એક લેખિકા છે અને તે લાંબા સમય સુધી પ્રતિષ્ઠિત એલે મેગેઝિન માટે કોલમ લખતા હતા. ટ્રમ્પ સામે જાહેરમાં જાતિય સતામણીનો આક્ષેપ કરનાર ૧૬ મહિલાઓ પૈકી કેરોલ પણ એક છે. કેટલીક મહિલાઓએ અગાઉ ૨૦૧૬ની ચૂંટણી પૂર્વે પણ ટ્રમ્પ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, શ્નહું મારા જીવનમાં કયારેય આ વ્યકિતને મળ્યો નથી. તેઓ પોતાના આગામી પુસ્તકની પ્રસિદ્ઘી માટે આ બધું કરી રહ્યા છે. આ પુસ્તકને કાલ્પનિક વિભાગમાં રાખવું જોઈએ. આ પ્રકારની વાતો ઉપજાવી કાઢવા એ શરમજનક બાબત છે.લૃ ટ્રમ્પે પ્રશ્ન કર્યું હતું કે જો ખરેખર આ વાત સાચી હોય તો ડિપાર્ટમેન્ટના તેમજ દ્યટનાના કોઈ વીડિયો ફુટેજ શા માટે નથી. હું લેખિકા અને મેગેઝિનને પૂછવા માંગુ છું કે શા માટે કોઈ તસવીરો કે વીડિયો તમારી પાસે નથી. આટલા મોટા સ્ટોરમાં આવી ઘટના બને છે તો તેના પુરાવા ચોક્કસ હોવા જોઈએ, પરંતુ આ દ્યટના બની જ નથી એટલે પુરાવાનો સવાલ રહેતો નથી તેમ ટ્રમ્પે ઉમેર્યું હતું.

ટ્રમ્પે આ મામલે વિપક્ષ ડેમોક્રેટિકને આડેહાથ લેતા જણાવ્યું કે શ્નરાજકીય રોટલા શેકનારાઓ આ બધું કરાવી રહ્યા છે અને લેખિકા અથવા ન્યૂ યોર્ક મેગેઝિન સાથે આગામી ચૂંટણીના એજન્ડા અંગે ડેમોક્રેટ્સ પાર્ટીનું કોઈ ચર્ચા કરી રહ્યું હોય તો અમને જાણ કરશો. આવા તુચ્છ આક્ષેપો બદલ પ્રજા વિપક્ષને જવાબ આપશે.

(3:38 pm IST)