Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શેરબજારમાં તીવ્ર મંદી : વધુ ૨૦૮ પોઇન્ટનો ઘટાડો થયો

ઓએનજીસીમાં સૌથી ૫.૧૩ ટકાનો ઘટાડો : નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સના મોટા ભાગના શેરોમાં ઘટાડો ટીસીએસમાં ૧.૬૧ ટકાનો વધારો : નિફ્ટીમાં પણ ઘટાડો

મુંબઇ,તા. ૨૨ : શેરબજાર બુધવારે સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલીના કારણે બીએસઈનો બેંચમાર્ક સેન્સેક્સ ૨૦૮.૪૩ પોઇન્ટ (૦.૫૦%) ઘટીને ૪૧,૧૧૫.૩૮ ના સ્તરે બંધ રહ્યો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નિફ્ટી ૬૨.૯૫ પોઇન્ટ (૦.૫૨%) ઘટીને ૧૨,૧૦૬.૯૦ પર બંધ થયા છે. સેન્સેક્સ દિવસના કારોબારમાં ૪૧,૫૩૨.૨૯ની નીચી સપાટીએ અને ૪૧,૦૫૯.૦૪ની નીચી સપાટીએ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીએ ૧૨,૨૨૫.૦૫ની નીચી સપાટી અને ૧૨,૦૮૭.૯૦ ની નીચી સપાટીને સ્પર્શ્યો. બીએસઈ પર, ૨૧ કંપનીઓના શેર લાલ માર્ક પર બંધ થયા છે જ્યારે ૧૨ કંપનીઓ ગ્રીન માર્ક પર બંધ થયા છે, જ્યારે એનએસઈ પર ૧૬ શેરોના વેપાર થયા હતા અને ૩૪ શેરો વેચાયા હતા. કારોબારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારોમાં નકારાત્મક માહોલ અને કંપનીઓના ત્રિમાસિક કમાણીના આંકડા નિરાશાજનક રહેતા સ્થાનિક મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે.

          ત્રિમાસિક ગાળાના પરિણામ જારી થઇ રહ્યા છે જેના ભાગરુપે  કેનેરા બેંક, એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા ૨૩મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. બેંક ઓફ બરોડા અને અલ્ટ્રાટેક સિમેન્ટના આંકડા ૨૪મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા તેના આંકડા ૨૫મીએ જારી કરવામાં આવશે. આરઆઈએલ, ટીસીએસ અને અન્ય કંપનીઓ દ્વારા ગયા શુક્રવારે તેમના આંકડા જારી કર્યા હતા. એજીઆર મુદ્દાને લઇને પણ અસર રહી શકે છે. આર્થિક મોરચા ઉપર મૂડીરોકાણકારોની  નજર કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવાના ડેટા ઉપર રહેશે. આગામી સપ્તાહમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડિસેમ્બરના મહિના માટે તેમના પેસેન્જર ટ્રાફિકના આંકડા જારી કરવામાં આવનાર છે.

           વૈશ્વિક મોરચા પર કારોબારીઓ યુએસ રેટબુક પર નજર રાખી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલની અસર રહેશે. અમેરિકામાં ૨૩મી જાન્યુઆરીના દિવસે બેરોજગારીના આંકડા જારી કરવામાં આવનાર છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક જોરદાર તંગદિલી વધી છે અને સ્થાનિક આર્થિક પડકારો પણ મોટાપાયે રહેલા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો આશાસ્પદ રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી લઇને ૧૭મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે જાન્યુઆરી મહિનામાં ૧૨૮૮ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ રોકાણના આંકડા ખુબ મહત્વપૂર્ણ રહ્યા છે. વિશ્લેષકો કહે છે કે સામાન્ય બજેટ પહેલા મોટાભાગના મોટા શેરો વેચવાના દબાણને કારણે 'સુધારણા' પ્રક્રિયામાં હોય છે.

આ ઉપરાંત, વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના વિકાસના અંદાજને ઘટાડતા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ નહીં હોવાને કારણે સ્થાનિક રોકાણકારોની દ્રષ્ટિ પર પણ અસર પડી છે. એશિયાના અન્ય બજારોમાં, ચીનના શાંઘાઈ, હોંગકોંગના હેંગ સેંગ, જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી તેજીમાં હતા. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો પણ નફાકારક હતા.

(7:55 pm IST)
  • યુ.એસ.માં 'નોવેલ કોરોના' વાયરસનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો access_time 12:58 pm IST

  • ધર્મશાલા ઠરી ગયુ : ભારે ઠંડી : હિમાચલ પ્રદેશની રાજધાની ધર્મશાલા આજે સવારે ૬ ડિગ્રી જેવી કાતિલ ઠંડી સાથે ઠુઠવાઈ ગયુ હતું, નવો રેકોર્ડ સ્થાપેલ છે access_time 12:59 pm IST

  • રાજકોટમાં કાલાવડ રોડ પર સેન્ટમેરી સ્કૂલ સામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત :બાઈક ચાલક પુરપાટ ઝડપે આવતો હોવાથી બ્રેક ના લાગતા અકસ્માત સર્જાયો :સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી access_time 12:11 am IST