Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિકી હેલીને' રેથ ઓફ પંડિત 'નું બિરુદ

વોશિંગટન : યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિકી હેલીએ ઈરાન ઉપર અમેરિકાએ ડ્રોન હુમલો કરી તેના મેજર જનરલની કરેલી હત્યા બાબતે ડેમોક્રેટિક પાર્ટીના વિરોધની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ હુમલાનો આરબ દેશો કે રશિયા કે ચીન સહિતના કોઈ દેશોએ વિરોધ કર્યો નથી.માત્ર ડેમોક્રેટિક  પાર્ટીએ જ વિરોધ નોંધાવ્યો છે.જે નવાઈ જનક છે.
સુશ્રી નિકી હેલીએ ઉમેર્યું હતું કે કોઈ પણ અમેરિકન નાગરિકે આ આતંકવાદને પ્રોત્સાહન આપતા ઇરાનના મેજરના મોતથી દુઃખ વ્યક્ત કર્યું નથી માત્ર ડેમોક્રેટિક નેતાઓ જ દુઃખી છે.જેમને પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે વાંધો છે.
તેમના આ મંતવ્યે તેઓ રેથ ઓફ પંડિતનું બિરુદ મેળવવા હક્કદાર બનાવ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)
  • સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના ઘેરા પડઘા : સાવલી શહેર પ્રમુખે પણ રાજીનામુ ફગાવ્યું : લોકોના કામ માટે ધારાસભ્યે રાજીનામુ આપવા નિર્ણંય લીધો છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ પણ પાર્ટી છોડી : સાવલી શહેર સંગઠનમાં તમામ હોદ્દેદારોના પણ રાજીનામાં પડશે તેવો વર્તારો આપ્યો: કાલે નગરપાલિકાના સભ્યો પણ રાજીનામાં આપશે access_time 7:28 pm IST

  • આતંકીઓ સાથે મૂઠભેડમાં કાશ્મીરમાં પોલીસ અધિકારી શહિદ : જમ્મુ - કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઓફીસર (એસઓપી) શાહબાઝ અહેમદ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા : શ્રીનગરમાં શ્રદ્ધાંજલી અર્પણ access_time 1:00 pm IST

  • શિરડીના લોકોએ કહ્યું સાંઈબાબાના જન્મ સ્થળના દેશભરમાંથી 18 દાવા આવ્યા : અમે કોઈ દાવાને માનતા નથી : શિરડીના ગ્રામીણોએ દેશભરમાંથી આવેલ જન્મસ્થળ અંગેના દાવા ફગાવ્યા access_time 1:04 am IST