Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઉત્તર પ્રદેશમાં હવે ખેડૂત ઉપરાંત ભાગિયાને પણ વિમાનો લાભ મળશે

યોગી કેબિનેટની નવી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજનાને મંજૂરી

લખનૌ તા. રર :..  ઉત્તર પ્રદેશ સરકારની કેબીનેટ બેઠકમાં ખેડૂત માટેના વીમાની નવી યોજનાને જાહેર કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠકમાં રાજયના ખેડૂત અને ભાગીદારોના હિતમાં એક મહત્વપૂર્ણ યોજના મંજૂર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના બીમા યોજનાનું નામ હવે મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજના રાખવામાં આવ્યું છે અને તેના નિયમ અને સુવિધામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવા નિયમ અનુસાર વિમાના વારસદાર તરીકે ખેડૂતોના પરિવાર ઉપરાંત ભાગમાં ખેતી કરનાર ભાગીદાર પણ વિમા માટે હકદાર બનશે.

આ યોજનાના દાયરામાં રાજયના ર.૩૮ કરોડ ખેડૂતોનો સમાવેશ કરાશે. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવકતા અને લઘુઉદ્યોગ પ્રધાન સિધ્ધાર્થનાથસિંહ અને ઊર્જા પ્રધાન શ્રીકાંત શર્માએ જણાવ્યું હતું કે બેઠકમાં ૧૪ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનામાં એવી શરત રાખવામાં આવી છે કે દુર્ઘટનામાં ખેડૂતનું મૃત્યુ થાય અથવા વિકલાંગતા આવે તો તમામ કાગળ ૪પ દિવસમાં તાલુકા કાર્યાલયમાં અરજી સાથે જમા કરાવવાના રહેશે અને તેમાં એક મહિના સુધીની વધારાની છૂટ આપવામાં આવશે.

(4:27 pm IST)