Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

27મીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસી CAA વિરુદ્ધ વિધાનસભામાં દરખાસ્ત રજૂ કરશે

નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ ઠરાવ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ ઠરાવ પસાર કરાશે

કોલકતા : પશ્ચિમ બંગાળના સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે ટીએમસી 27 જાન્યુઆરીએ સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કરશે. ચેટર્જીએ કહ્યું, અમે 20 મી જાન્યુઆરીએ અધ્યક્ષ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેને 27 જાન્યુઆરીએ વિધાનસભા સમક્ષ મુકવામાં આવશે તેવી જાણકારી આપી છે. બંગાળ વિધાનસભાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનઆરસી સામે ઠરાવ પસાર કર્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે એનપીઆર, એનઆરસી અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ એકબીજા સાથે જોડાયેલા છે અને રાજ્યોએ તેને રિવર્સ કરવા માટે દરેક રાજ્ય સરકારે ઠરાવ પસાર કરવો જોઈએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ ઠરાવ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ ઠરાવ પસાર કરવામાં આવશે.

તેમણે કહ્યું, 'હું તમામ રાજ્યોને એનપીઆર કવાયતમાં ભાગ ન લેવાની વિનંતી કરું છું કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અગાઉ કેરળ અને પંજાબ વિધાનસભાએ સીએએ વિરુદ્ધ ઠરાવો પસાર કર્યા છે. ત્યારે રાજસ્થાનમાં ઠરાવ પસાર કરવાની તૈયારીઓ ચાલુ છે.

મમતાએ ભાજપ શાસિત રાજ્યો ઈશાન-ત્રિપુરા, આસામ, મણિપુર અને અરુણાચલ અને વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોને અપીલ કરી કહ્યું કે, તમામ રાજ્યોએ તેમના રાજ્યમાં એનપીઆર લાગુ કરતા પહેલા તેને સારી રીતે વાંચવો જોઈએ. તે પછી જ આ કાયદાના અમલીકરણ વિશે કોઈ નિષ્કર્ષ પર આવવું જોઇએ.

(1:33 pm IST)