Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો ભારે ત્રાસ અને ધમકી મળતા શીખ નેતા રાધેશસિંહે પેશાવર છોડવું પડ્યું

પોલીસ સુરક્ષા માંગી તો પરિવારની હેરાનગતિ વધી ગઈ

કરાંચી : પાકિસ્તાનમાં હિન્દૂ અને શીખ જેવી લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં થોડા સમય પહેલા શીખો માટે અત્યંત પવિત્ર ગણાતા નાનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરી લઇને શીખ શ્રદ્ધાળુઓને અંદર પુરી દેવાયા હતા.હવે ફરીથી અહી શીખો પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે.

પાકિસ્તાનના જાણીતા શીખ નેતા રાધેશસિંહને મુસ્લિમ કટ્ટરપથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.આના કારણે રાધેશસિંહ પેશાવર છોડીને લાહોર ચાલ્યાં ગયા હતા, તેમ છંતા તેમને કટ્ટરપંથીઓની ધમકીઓ મળતી રહેતી હતી, જેથી હવે એવી નોબત આવી છે કે તેઓએ પરિવાર સાથે પાકિસ્તાન છોડી દેવું પડ્યું છે.

  રાધેશસિંહ 2018માં પેશાવરથી ચૂંટણી લડ્યાં હતા અને ત્યારથી કટ્ટરપંથીઓની નજરમાં આવી ગયા હતા.કટ્ટરપથી સંગઠનના લોકો હથિયારો સાથે તેમના પુત્રનો પીછો કરતા હતા અને તેમને પુરા પરિવારની હત્યા કરી નાખવાની સતત ધમકીઓ મળતી હતી. લાહોરમાં તેમને પોલીસ સુરક્ષા માંગી હતી, પરંતુ તેમના પરિવારને કોઇ સુરક્ષા આપવામાં આવી ન હતી ઊલટું એ પછી તેમના પરિવારની હેરાનગતિ વધી ગઇ હતી.

(1:06 pm IST)