Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શ્રીનગરના યુવકની સ્નો કાર વાઇરલ

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ઝુબેર અહમદ નામના યુવકે રસ્તા પર બનાવેલી સ્નો કાર જોવા શહેરના લોકો ઉપરાંત દુર-દુરના લોકો પહોંચી રહ્યા છે. બાળપણથી લલિત કળાનો શોખીન ઝુબેર બરફની અવનવી કળાકૃતિઓના સર્જન માટે પ્રયત્નશીલ છે. શિયાળુ બરફની મોટરકાર બનાવવામાં ઝુબેરને મિત્રોએ પણ મદદ કરી છે. ઝુબેરને જો સાધનો અને સહાય મળે તો બરફનો તાજમહેલ પણ બનાવવા ઉત્સુક છે. કાશ્મીર ખીણ પ્રદેશમાં ૨૧ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ભારે હિમવર્ષા થાય છે. એ દિવસો સ્થાનિક ભાષામાં ચિલ્લે કલાં નામે ઓળખાય છે, ફેબ્રુઆરી મહિના દરમ્યાન પણ સારા પ્રમાણમાં હિમવર્ષા થાય છે. તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં થીજેલા ઘટ્ટ બરફમાં શિલ્પો કંડારી શકાય છે.

(1:03 pm IST)