Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૪ સપ્તાહમાં જવાબ આપવા સરકારને આદેશ

નાગરિકતા સંશોધન કાયદા મામલે મોદી સરકારને સુપ્રિમ કોર્ટે આપી રાહત : સ્ટે આપવા ઇન્કાર

નવી દિલ્હી તા. ૨૨ : CAA મામલે થયેલી ૧૪૪ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે CAA પર હાલમાં રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. CAA પર બે મહિના માટે રોક લગાવવાની માગણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કરી હતી. જો કે મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે સરકારનો પક્ષ જાણ્યા વગર એક તરફો નિર્ણય ન આપી શકાય, આમ સિબ્બલની આ માગ ફગાવી દેવામાં આવી છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ આપવા માટે ૪ સપ્તાહનો સમય આપ્યો છે. જયારે એક સપ્તાહમાં પક્ષકારને પણ જવાબ આપવો પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દિધું કે માત્ર ૧૪૪ અરજી પર સુનાવણી થશે, નવી અરજીને હવે આ કેસમાં સામેલ કરવામાં નહીં આવે. સાથે ઙ્ગજ આસામ-ત્રિપુરાની અરજી પર પણ એકસાથે જ સુનાવણી થશે તેવું કોર્ટે જણાવ્યું. આ કેસ ૫ જજની બેંચને મોકલવો કે નહીં તે અંગેનો નિર્ણય પણ ૪ સપ્તાહ બાદ લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે નાગરિકતા એકટના આધારે સંવિધાન પીઠને આપવાનો સંકેત આપ્યો છે. હવે ૪ અઠવાડિયા બાદ આ કેસમાં સુનાવણી કરવામાં આવશે. જેમાં પીઠનું નિર્માણ કરાશે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાએ બુધવારે આ કેસને સાંભળ્યો હતો.

સર્વોચ્ચ અદાલતની તરફથી આસામ, પૂર્વોત્તર અને ઉત્તર પ્રગેશની સાથે જોડાયેલી અરજીઓ માટે અલગ કેટેગરી બનાવી છે. અદાલતમાં વિકાસ સિંહ, ઈંદિરા જયસિંહની તરફથી અપીલ કરવામાં આવી છે કે આસામનો કેસ અલગ છે એવામાં તેમને ઝડપથી સાંભળવામાં આવે.

આસામ, પૂર્વોત્ત્।ર અને યૂપીની સાથે જોડાયેલા કેસમાં અલગ પીઠ બનાવવામાં આવશે જે ફકત તેની સાથે જોડાયેલી અરજીઓને સાંભળશે. કેન્દ્ર સરકારને આસામ સાથે જોડાયેલી અરજીઓનો જવાબ આપવાને માટે ૪ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.ઙ્ગ

વકીલ સિબ્બલની તરફથી અપીલ કરવામાં આવી હતી કે આ કેસમાં સંવૈધાનિક પીઠને સોંપવામાં આવે. ઉત્તરપ્રદેશમાં CAAના પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે એવામાં આ પ્રક્રિયાને ૩ મહિના સુધી ટાળવામાં આવે. અદાલતે આવું કરવાની ના પાડી છે.ઙ્ગ

સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી કે કોઈ હાઈકોર્ટ નાગરિકતા સંશોધન એકટ પર કોઈ સુનાવણી ન કરે. આ માટે કોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ પણ હાઈ કોર્ટ આ કેસમાં સુનાવણી કરશે નહીં.

વકીલોની તરફથી અપીલ કરવામાં આવી તે કાયદા પર તરત જ રોક લગાવી દેવામાં આવે. પણ ચીફ જસ્ટિસે કહ્યું કે તેની પર ફકત સંવૈધાનિક પીઠ જ નિર્ણય લઈ શકે છે. જે પાંચ જજની હશે.ઙ્ગ

સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં કોઈ પણ નવી અરજી દાખલ કરી શકાય છે. કેન્દ્રની તરફથી કહેવામાં આવ્યું છે કે નવી અરજીઓ પર રોક લગાવી દેવામાં આવે છે.ઙ્ગસુપ્રીમ કોર્ટે આ કેસમાં તરત જ રોક લગાવવાથી ઈનકાર એટલા માટે કર્યો છે કારણકે દરેક અરજીઓને સાંભળવામાં આવે. કોર્ટે કહ્યું કે કોઈ એક અરજીને સાંભળીને તરત જ રોક લગાવી શકાય નહીં. હવે આ કેસની સુનાવણીની શું પ્રક્રિયા હશે, તેની પર ચીફ જસ્ટિસના ચેમ્બરમાં કેસને સાંભળવામાં આવશે. ચેમ્બરમાં થનારી સુનાવણીમાં એક કેસને માટે એક જ વકીલને અવસર મળશે.ઙ્ગ

સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન એકટની વિરુદ્ઘમાં કુલ ૧૪૧ અરજીઓ દાખલ થઈ છે. આ સિવાય એક અરજી તેના પક્ષમાં હતી અને એક અરજી કેન્દ્ર સરકારની તરફથી દાખલ કરવામાં આવી હતી.

(3:40 pm IST)