Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કંગાળ પાકિસ્તાનમાં હવે ખાવાના પણ ફાંફાં: લોટની પણ અછત

રોટલીની જગ્યાએ ફકત ચોખાનો જ વિકલ્પ : ૨૦ રૂ. લોટની થેલીનો ભાવ ૧૧૦૦ રૂ.

ઇસ્લામાબાદ તા. ૨૨ : પહેલેથી જ આર્થિક સંકટનો સમાનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે લોટની અછત સર્જાય રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના ઘણાં રાજયોમાં લોકોને રોટલીઓ નથી મળી રહી. જો કે, તંત્રનો દાવો છે કે, લોટ કે ઘઉંની અછત નથી જાણી જોઈને આ સંકટ ઊભું કરવામાં આવ્યું છે. બલૂચિસ્તાન, સિંધ, ખેબર, પખ્તુનખ્વાહ અને પંજાબમાં લોટની અછત સર્જાય છે. ઘણાં લોકો પાસે રોટલીની જગ્યાએ ચોખાનો વિકલ્પ જ છે.

લોટની અછતના કારણે ખૈબર પખ્તૂનખ્વાહમાં નાન બનાવતી ઘણી દુકાનો બંધ કરવી પડી છે. સરકારે આ મુદ્દે ધ્યાન આપ્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકારે ૩ લાખ ટન ઘઉંની આયાતને પણ મંજુરી આપી દીધી છે. પરંતુ તે પહોંચવામાં ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય લાગી શકે છે. ઈમરાન ખાનની સરકારે તે સ્પષ્ટ નથી કર્યું કે તે કયાં દેશ પાસેથી ઘઉં ખરીદશે. જયારે પાકિસ્તાનના નાણાં મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, ખાનગી કંપની જે દેશ પાસેથી ઈચ્છે ઘઉં આયાત કરી શકે છે.

અછતના લીધે દેશમાં લોટ અને રોટલીના ભાવ વધી ગયા છે. ઘણાં દુકાનદારોનું કહેવું છે કે, તેમના પર સરકાર ઓછા ભાવમાં રોટલી વેચવા માટે દબાવ લાવી રહી છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં એક દુકાનદારે કહ્યું કે, જો મને લોટ મોંઘો મળતો હોય તો હું એક રોટલી ૮ રૂપિયામાં વેચી શકું નહી. LPGના ભાવ પણ વધી ગયા છે. નવી સરકાર આવ્યા બાદ ૪ વખત ભાવ વધ્યા છે.

(11:25 am IST)