Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રેલવેની માત્ર ૧.૪૮ મિનિટમાં ૩ ટિકિટ બુક કરી લેતો'તો : સેંકડો ID થકી ખેલ

ઝારખંડમાં રહેતા ગુલામ મુસ્તફાની ભુવનેશ્વરથી ધરપકડ : લેપટોપ જપ્ત : ANMS નામનો એક સોફટવેર પણ છે તેનો ઉપયોગ કરાતોઃ દેશભરમાં ૨૦,૦૦૦થી વધુ લોકો તત્કાલ ટિકિટ ગપચાવી લેતા'તાઃ દર મહિને ૧૫ કરોડ રૂપિયાની ટિકિટોના કાળા બજાર

નવી દિલ્હી તા. ૨૨ : રેલવે પ્રોટેકશન ફોર્સે ટિકિટ રેકેટનો પર્દાફાશ કરીને કથિત 'સોફટવેર ડેવલોપર'ની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઇ સુધી જોડાયેલા છે. આ કૌભાંડમાં ટિકિટોનું કાળાબજાર કરીને દર મહીને કરોડો કમાતા હતા અને આતંકી ફંડીંગમાં ઉપયોગ કરાતો હતો. આરપીએફે જણાવ્યું કે, ઝારખંડમાં રહેતા ગુલામ મુસ્તફાને ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે. આરપીએફે મુસ્તફા સહિત ૨૭ લોકોની ધરપકડ કરી છે. આ મામલાની તપાસથી આઇબી અને એનઆઇએ પણ જોડાયા છે. આ રેકેટ અંદાજે ૧.૪૮ મિનિટમાં ૩ ટિકિટ બુક કરવામાં આવતી હતી. હજારો આ આઇડી દ્વારા આ રમત રમવામાં આવતી હતી. જેનાથી અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, આ રેકેટ મિનિટોમાં ૪ હજારો ટિકિટો પર હાથ સાફ કરી લેતા હતા. સામાન્ય રીતે એક ટિકિટને મેન્યુઅલી બુક કરવામાં ૨.૫૫ મિનિટ સુધીનો સમય લાગે છે. સ્પષ્ટ છે કે આ ગેંગના લીધે અનેક જરૂરીયાતમંદોની યાત્રા માટે ટિકિટ મળતી નહતી અને તેને નિરાશ થવું પડતું હતું. આરપીએફના જણાવ્યા મુજબ આ ગેંગ અનેકવાર ૮૫ ટકા ટિકિટ એકલા હાથે બુક કરી લેતા હતા. જેનાથી મનપસંદ ભાવો પર યાત્રિકોને આપવામાં આવી હતી. જોકે રેલવેની કમાણી પર કોઇ અસર પડતી નહિ.

રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલા ઈ-ટિકિટિંગ કૌભાંડને પકડી પાડવામાં આવ્યું હતું. આરપીએફના ડીજી અરુણ કુમારે જણાવ્યું કે, આ કૌભાંડ પાછળ ટેરર ફન્ડિંગનો ઉદ્દેશ હોય તેમ જણાઈ રહ્યું છે. આ કૌભાંડની કડીઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈ સુધી ફેલાયેલી છે. તપાસ દરમિયાન સૌથી મોટો આૃર્યજનક ખુલાસો એ થયો કે, આ કેસમાં પકડાયેલી એક વ્યકિત બેન્કોમાં વિવિધ ખાતા ખોલીને કૌભાંડ કરતી હતી. હાલમાં તેની ધરપકડ કરીને વિગતે તપાસ હાથ ધરવામાં આવી છે.

અરુણ કુમારે વધુમાં જણાવ્યું કે, ગેરકાયદે ટિકિટ બુકિંગની તપાસ દરમિયાન આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ભુવનેશ્વરથી પકડાયેલી આ વ્યકિતનું નામ ગુલામ મુસ્તફા છે. તે ટેરર ફન્ડિંગમાં સંકળાયેલો હોવાની શકયતા છે. મુસ્તફા મદરેસામાં અભ્યાસ કરતો હતો અને પોતાની જાતે સોફટવેર ડેવલપિંગ શીખી ગયો હોવાનું પણ બહાર આવ્યું છે.

આરપીએફે જણાવ્યું કે, આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હામિદ અશરફ હોઈ શકે છે. સોફટવેર ડેવલપર હામિદ ઘણા સમયથી દુબઈમાં સંતાયો હોવાની શકયતા છે. ૨૦૧૯માં ગોંડામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રેલવેમાં ઈ-ટિકિટિંગ કૌભાંડ દ્વારા તે દર મહિને અંદાજે ૧૦થી ૧૫ કરોડ રૂપિયા કમાય છે. આ રકમ થકી જ તે આતંકવાદને પોષવાનું કામ કરે છે.

આરપીએફે વધુમાં જણાવ્યું કે, ગુલામ મુસ્તફા પાસેથી IRCTCના વિવિધ આઈડી મળ્યા છે. તેની પાસે અંદાજે ૫૬૩ આઈડી હતા જે તેણે હેક કરેલા હતા અથવા તો બનાવટી બનાવ્યા હતા. આ ઉપરાંત તેના એસબીઆઈમાં ૨,૪૦૦ એકાઉન્ટ અને ગ્રામીણ બેન્કોમાં ૬૦૦ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં દસ દિવસથી ગુલામ મુસ્તફાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અરૂણ કુમારે જણાવ્યું કે, ટિકિટિંગ રેકેટનાં મામલે ધરપકડ કરવામાં આવેલા ગુલામ મુસ્તફાથી આઈબી, સ્પેશલ બ્યૂરો, ઈડી, એનઆઈએ અને કર્ણાટક પોલીસ પુછપરછ કરી રહી છે. રેકેટનો માસ્ટર માઇન્ડ સોફટવેર ડેવલપર હામિદ અશરફ ૨૦૧૯માં ગોંડાની સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો. અત્યારે તે દુબઈમાં છે. આરપીએફ ડીજીએ જણાવ્યું કે શક છે કે કાળા વ્યવસાયમાં હામિદ અશરફ દર મહિને ૧૦થી ૧૫ કરોડ રૂપિયા કમાય છે.

ભારતની એક સોફટવેર કંપની પર પણ તપાસ એજન્સીઓની નજર છે. આરપીએફે ડીજીને કહ્યું કે, અમને આ કંપની પણ આ રેકેટ સાથે જોડાયેલી હોવાની શંકા છે. આ કંપની સિંગાપોરમાં મની લોન્ડ્રીંગ મામલે પણ સામેલ રહી છે. આરપીએફના જણાવ્યા મુજબ મુસ્તફા પાકિસ્તાનમાં સક્રિય તબલીક-એ-જમાતનો સમર્થક છે.

(11:01 am IST)