Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ૭ કલાકના ઇન્તજાર પછી નામાંકન દાખલ કર્યુઃ ''આપ'' નો ભાજપા પર હુમલો

            દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કલાકનો ઇન્તજાર કર્યા પછી પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યુ. પહેલા એમણે ટવિટ કર્યુ હતુ કે તે નામાંકન પત્ર દાખલ કરવા માટે લાઇનમાં ઉભા છે. કેજરીવાલએ ટવિટ કર્યુ મારું નામાંકન પત્ર ભરવાનો ઇન્તજાર કરી રહ્યો છુ. મારો ટેકન નંબર ૪પ છે. નામાંકન દાખલ કરવા માટે અનેક લોકો છે. મને ખુશી છે કે આટલા વધારે લોકો લોકતંત્રમાં ભાગીદારી કરી રહ્યા છે.

            કેજરીવાલના નામાંકનમાં વિલંબ થવાને લઇ મનિષ સિસોદીયાએ ભાજપા પર ખોટો આરોપ લગાવ્યો એમણે ટવિટ કર્યુ. અને ભાજપા પર સાજીશ કરવાનો આરોપ લગાવ્યો.

            એમણે ટવિટ કર્યુ અને લખ્યું બીજેપી વાળા ભલે જેટલી સાજીશ કરે અરવિંદને નોમીનેશન ભરવાથી રોકી શકશો. અને ત્રીજી વખત દિલ્લીના મુખ્યમંત્રી બનતા તમારી સાજીશો સફળ નહી થાય.

(12:00 am IST)