Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નવો મોટર વ્હિકલ એક્ટ: દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બનાવામાં ઉત્તરપ્રદેશ અગ્રેસર : ગુજરાતી બીજા સ્થાને

દેશભરમાં 38.39 લાખ ચલણ બજાવ વાયા : 577 કરોડ વસૂલાયા

નવી દિલ્હી : ભારતમાં 1લી સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ શરૂ થયું છે જેમાં દર્શાવેલા નિયમ ભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ સામે પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પણ કરાયો છે જોકે નવો મોટર  વ્હિકલ એક્ટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

 કેન્દ્રીય માર્ગ પરિવહન અને રોડ પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ કેટલાં ચલણ બજાવવામાં આવ્યો અને કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જેની માહિતી લોકસભામાં રજૂ કરી હતી. જેમાં સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશના વાહનો ચાલકોને સૌથી વધુ દંડ કરાયો છે તો આ મામલે ગુજરાત બીજા ક્રમે છે.

લોકસભામાં માહિતી આપતા નીતિન ગડકરીએ કહ્યું કે, નવા મોડલ વ્હિકલ એક્ટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી દેશભરમાં કુલ 38 લાખ ચલણ બજાવવામાં આવ્યા છે અને આ ચલણ મારફતે કુલ 577.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રોડ અકસ્માત અને તેમાં મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

 નવા મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ચલણ બજાવવામાં આવે છે જેમાં તેમને નિર્ધારિત નાણાંકીય દંડ કરાય છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, નવા મોટલ વ્હિકલ એક્ટના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં વાહન ચાલકોને 38,39,406 ચલણ બજાવવામાં આવ્યા છે. જેમાં 577.51 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ રાજ્ય તરફથી એવી સૂચના પ્રાપ્ત થઇ નથી કે તેઓ નવા મોટર વાહન કાયદાનું અમલ કરશે નહીં

(9:50 pm IST)