Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં 21 લોકો દોષિત ઠેરવાયા :25મીએ સજાનો ચુકાદો સંભળાવાશે

પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટ પર કોર્ટનો નિર્ણંય

મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપમ કૌભાંડ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે .

વર્ષ 2013ના પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં સીબીઆઇ તરફથી રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ પર કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો. કોર્ટ 25 નવેમ્બરે દોષિતોની સજા પર પોતાનો ચુકાદો સંભળાવશે.

અગાઉ વ્યાપમનું નામ વ્યવસાયિક પરીક્ષા મંડળ હતુ. જેને હવે પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ કરી દેવાયું છે. વર્ષ 2000થી 2012 દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 55 કેસ નોંધાયા.હતા

જેમાં 7 જુલાઇ, 2013ના રોજ પ્રથમ વખત કૌભાંડનો કેસ ઔપચારીક રીતે સામે આવ્યો. ઇન્દૌરની ક્રાઇમ બ્રાન્ચે 20 લોકોની વિરૂદ્ધ કેસ નોંધ્યો.હતો

(8:43 pm IST)