Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

બીપીસીએલમાં હિસ્સા માટે આઈઓસી બિડ કરશે નહી

અન્ય પીએસયુ દ્વારા પણ બિડ કરાશે નહીં : બીપીસીએલ અને અન્ય ચાર પીએસયુમાં હિસ્સો વેચાશે

નવીદિલ્હી, તા. ૨૧ : પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સંકેત આપ્યો હતો કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં સરકારી હિસ્સો ખરીદવા માટે બિડ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં જેના માટે ખરીદદારને કેટલીક શરતો પાળવી પડશે. બીપીસીએલમાં ખરીદદારી માટે ખરીદદારને ૯૦૦૦૦ કરોડથી વધુ રકમની તૈયારી દર્શાવવી પડશે. આર્થિક બાબતોની કેબિનેટની બેઠકમાં દેશની બીજી સૌથી મોટી રિફાઈનરી બીપીસીએલ અને અન્ય ચાર પીએસયુમાં સરકારની સમગ્ર હિસ્સેદારી વેચવા તૈયારી દર્શાવી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા આને લઇને આક્રમક તૈયારી કરી લેવામાં આવી છે. ૨૦૧૪ બાદથી એવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, હાલમાં મંદી દેખાઈ રહી છે.

                    બીપીસીએલ અને ભારતની સૌથી મોટી શિપિંગ કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં હિસ્સેદારી વેચવાની તૈયારી ચાલી રહી છે. બીપીસીએલ ખરીદદારોને ભારતની ઓઇલ રિફાનરી ક્ષમતા પૈકી ૧૪ ટકાની તક આપશે. પ્રધાને કહ્યું છે કે, ક્રૂડને લઇને હજુ પણ સસ્પેન્સની સ્થિતિ છે. ગયા વર્ષે સરકારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં તેની સમગ્ર હિસ્સેદારીને વેચી દીધી હતી. ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશનને પણ આ હિસ્સેદારી વેચી દેવામાં આવી હતી. ૩૬૯૧૫ કરોડ રૂપિયામાં હિસ્સદારી વેચવામાં આવી હતી. બીપીસીએલદ્વારા આ સંદર્ભમાં હજુ સુધી વાત કરવામાં આવી નથી પરંતુ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધવા ઇચ્છુક છે.

(7:50 pm IST)