Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોંગ્રેસ કારોબારીમાં સરકાર રચવા મુદ્દે સધાયેલ સહમતિ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના આવાસે બેઠક : મહારાષ્ટ્રમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર વ્યાપક ચર્ચા થઇ

નવી દિલ્હી,તા. ૨૧ : કોંગ્રેસની નીતિ નક્કી કરનાર અને તેની સાથે સંબંધિત નિર્ણય લેનાર સર્વોચ્ચ સંસ્થા કોગ્રેસ કારોબારી સમિતિમાં મહારાષ્ટ્માં સરકારની રચનાને લઇને સહમતિ થઇ ગઇ છે. આજે આ સંબંધમાં મોટા ભાગે મંજુરી મળી ગઇ હતી. હવે આવતીકાલે શુક્રવારના દિવસે અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર આજે સવારે કોંગ્રેસ કારોબારી સમિતીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં મહારાષ્ટ્ની રાજનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ હતુ કે આ બેઠકમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થયેલી બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. શુક્રવારના દિવસ સુધી કોઇ મોટા અને અંતિમ નિર્ણય થઇ શકે છે. વેણુગોપાલે કહ્યુ હતુ કે કોંગ્રેસ કારોબારી સમિતીના તમામ સભ્યોને સ્થિતી અંગે માહિતી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્ની સ્થિતી પર વાત કરવમાં આવી હતી.

                       મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારની રચના અંગે વાતચીત ચાલી રહી છે. જો કે મડાગાંઠને ઉકેલ લેવામાં હજુ સુધી સફળતા મળી નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે આવતીકાલે કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. બુધવારના દિવસે પણ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આી હતી. ભાજપ અને શિવ સેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. તેમને બહુમતિ પણ મળી હતી. જો કે મુખ્યપ્રધાન પદને લઇને ખેંચતાણ વધતા બંને સાથે નથી. કોંગ્રેસ કારોબારીની બેઠક બાદ કોંગ્રેસી નેતા વેણુગોપાલે કહ્યું હતું કે, કારોબારીના સભ્યોને તમામ માહિતી આપી દેવામાં આવી છે. બીજી બાજુ મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા બાલાસાહેબ થોરાટે કહ્યું છે કે, પાંચ વર્ષ સરકાર ચલાવવા હજુ અનેક મુદ્દા પર સ્પષ્ટીકરણની જરૂર છે.

(7:42 pm IST)