Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો ઉત્તર પ્રદેશમાં ફરી ડીજેનું સંગીત ગુંજી શકશે

આ મુદ્દે આખરી સુનાવણી ડિસેંબરની 16મીએ કરવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું

નવી દિલ્હી : લગ્નની સીઝનમાં ઉત્તર પ્રદેશના લોકો માટે ખુશખબર આવી છે વરઘોડામાં ડીજેના સંગીત પર પ્રતિબંધ મૂકતા અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.

અલાહાબાદ હાઇકોર્ટે 14 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં ડીજેના સંગીત પર પ્રતિબંધ લાદ્યો હતો. ડીજેવાળા લોકોએ રોજી રોટીના મૂળભૂત અધિકારને આગળ કરતાં સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી કે અમને સહાય કરો. સુપ્રીમ કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી અને અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો.

 સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે લોકો નિયમ મુજબ લાયસન્સ માગી રહ્યા છે તેમને લાયસન્સ આપીને ડીજેને સંગીત રજૂ કરવાની તક આપવી. આ મુદ્દે આખરી સુનાવણી ડિસેંબરની 16મીએ કરવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું.

પ્રયાગરાજના રહેવાસી સુશીલચંદ્ર શ્રીવાસ્તવ અને અન્યોએ કરેલી અરજીને સ્વીકારતાં અલાહાબાદ હાઇકોર્ટે ધ્વનિ પ્રદૂષણના મુદ્દે સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં ડીજેના સંગીત પર ઓક્ટોબરની 14મીએ પ્રતિબંધ લાદ્યો હતો

(12:12 pm IST)