Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આજે ર૧ નવેમ્બરે વિશ્વ ''હેલો'' દિવસ

આપણે ફોન પર'હેલો' કેમ છો કહીએ છીએ પરંતુ 'હેલો' શબ્દનો અર્થ-શોધ વિષે જાણો રસપ્રદ માહિતીઃ

અમેરિકામા સૌપ્રથમ ૧૮ર૬માં 'હેલો' શબ્દની ઔપચારીક શરૂઆત થઇ : ૧૮૬૦ માં આ શબ્દ ઘણો પ્રચલીત થઇ ગયોઃ ૧૯૭૩માં ર૧ નવેમ્બરે વિશ્વ 'હેલો દિવસ'ની શરૂઆત થઇ આજે ૧૮૦ થી વધુ દેશો વિશ્વ હેલો દિવસનો હિસ્સો છે

રાજકોટ તા. ર૧ : દુનિયાની કોઇપણ વ્યકિતને ફોનની રીંગ વાગે એટલે સૌપ્રથમ 'હેલો-હેલો' બેથી ત્રણ વખત બોલ્યા પછી સામેવાળી વ્યકિતને કેમ છો પુછે છે. આ શબ્દ પ્રયોગ આપણે ખરેખરતો સામેની વ્યકિતને નમસ્કાર કરવાના ભાગરૂપે 'હેલો કે કેમ છો' જેવા શબ્દો બોલતા હોઇએ છીએ આ મતો હેલો શબ્દનો ઇતિહાસ ધણો પ્રાચીન છે કહેવાય છે કે આ શબ્દની ઔપચારીક શરૂઆત ૧૮ર૬ પહેલીવાર અમેરીકામાં થઇ હતી.

હેલા શબ્દ આવ્યોકયાંથી ?

પ્રાચીન જર્મન ભાષામાં હોલા નામનોએક શબ્દ છે 'હેાલા એટલે નમસ્કાર કે પ્રણામ કરવાની એક રીત જર્મનીથીશરૂ થયેલો આ શબ્દ બ્રિટન પહોંચ્યો અને અંગ્રેેજોએ તેમાં સુધારો કરીને હોલો કરી દીધો ૧૮૩૩માં અમેરીકામાં ફરીથી 'હેલો' શ્બદનો પ્રયોગ 'ધ સ્કેચેસ એન્ડ સેન્સેટ્રીસિટીસી ઓફ કોલોનલ ડેવીડ ક્રોકેટ' નામના એક પુસ્તકમાં થયો ટેલીફોન પર પહેલીવાર હેલો એજ વર્ષે એટલે કે ૧૮૩૩માં 'લંડન લિટરરી ગેઝેટમાં હેલો શબ્દનો ઉપયોગ થયો ૧૮૬૦ સુધીમાં આ શબ્દ ઘણો પ્રચલિત થઇ ગયો અને લોકો બોલ ચાલમા હેલો બોલવા માંડયા હતા. ટેલીફોન પર વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને સૌ પહેલીવાર હેલો શબ્દની શરૂઆત કરી હતી.'

વિશ્વ હેલો દિવસ કેમ  મનાવાય છે

૧૯૭૩માં પહેલીવાર ર૧ નવેમ્બરે વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ ૧૮૦ કરતા વધુ દેશો' વિશ્વ હેલો દિવસનો' હિસ્સો છે ૧૯૭૩માં ઇઝરાયેલ અને મિસર વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષના અંત આવ્યો એ પછી જે શબ્દનો સૌ પ્રથમવાર ઉપયોગ થયો તો હેલો હતો વિશ્વશાંતિ અને મિત્રતાનો ફેલાવો થાય તેમજ લોકો વચ્ચે વ્યકિતગત સંવાદ વિકસે એ માટે વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ કોઇપણ વ્યકિત વિશ્વ હેલો દિવસનો હિસ્સો બની શકી છ.ે બસ તમારે એ માટે માત્ર ૧૦ લોકોને હેલો દિવસની શુભચ્છા મોકલવાની છ.ે

૧૯૭૩ થી વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ ત્યારથી આ દિવસની ઉજણીમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ હોશભેર ભાગ લેતા આવ્યા છે.

વિશ્વમાં વિવિધ ભાષામાં 'હેલો' કેવી રીતે બોલાય છે

રાજકોટ : આપણે જાણ્યું કે હેલો શબ્દનો પ્રયોગ સામેવાળી વ્યકિતને નમસ્કાર કે પ્રણામના અર્થમાં કહેવાય છે. પરંતુ વિશ્વની દરેક ભાષામાં હેલો શબ્દ કેવી રીતે બોલાયછ.ે તે જાણવું પણ રસપ્રદ થઇ જશે હેલો શબ્દને ફ્રેન્ચ ભાષામાં 'લોનજોઉર'હિન્દીમાં 'નમસ્તે' સ્પેનિશસમાં 'હેલો' ઇટાલીમાં 'કાઇઓ'ખોટુગીઝમાં 'ઓલા' જાપાનીઝમાં 'ઓહયો' તુર્કિમાં 'મેરહબા' કોરીયનમાં 'અહન યંગ હાસેયો' અને મેન્ડેરિનમાં નિહાઉ 'હેલો' શબ્દને કહેવામાં આવે છે આમ સામાવાળી વ્યકિતને નમસ્કાર અથવા પ્રણામ કહેવા માટે અલગ અલગ શબ્દો જોવા મળે છે.

(10:06 am IST)