Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કેબિનેટનો મોટો નિર્ણય

BPCL સહિત ૪ સરકારી કંપનીઓને વેચવાની મંજૂરી

સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે ૧.૨ લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી, તા.૨૧: કેબિનેટે  ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)સહિત ૫ સરકારી કંપનીઓમાં સ્ટ્રેટેજિક વિનિવેશને મંજૂરી આપી દીધી છે. વિત્ત્। મંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા  અને કોનકોરમાં વિનિવેશને મંજૂરી આપી છે. વિત્ત્। મંત્રીએ કહ્યું હતું કે કેટલાક ઘ્ભ્લ્ચ્માં ૫૧% ભાગ ઘટાડવાની મંજૂરી આપી છે. જોકે તેમાં મેનેજમેન્ટ કંટ્રોલ સરકાર પાસે રહેશે.

વિત્ત મંત્રીએ કહ્યું હતું કે સરકાર બીપીસીએલમાં સ્ટ્રેટેજિક વિનિવેશ કરશે પણ બીપીસીએલનો એક ભાગ અસમમાં નુમાલીગઢ રિફાઇનરી (NRL)ને સરકાર વેચશે નહીં. નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડની ૬૧.૬૫ ટકા ભાગીદારી વેચવામાં આવશે નહીં. તેમાં સરકારની ભાગીદારી રહેશે. બીપીસીએલનું આખું મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર થશે.

સીતારમણે કહ્યું હતું કે કેબિનેટે ૭ CPSESમાંવિનિવેશને મંજૂરી આપી છે. કેબિનેટે SCIમાં ૬૩.૭૫ ટકા ભાગીદારી અને કોનકોરમાં ૩૦.૮ ટકા ભાગીદારી ઘટાડવાને મંજૂરી આપી છે. ખરીદદારને SCI¨Ë મેનેજમેન્ટ કંટ્રોલ પણ મળશે. નોર્થ ઇસ્ટર્ન ઇલેકિટ્રક પોવર કોર્પોરેશન લિમિટેડ (NEEPCO)ની ૧૦૦ ટકા ભાગીદારી NTPC આપવામાં આવશે. જયારે ટીએચડીસીએલ ઇન્ડિયા લિમિટેડ (THDCIL)નો મેનેજમેન્ટ કંટ્રોલ પણ NTPCને મળશે.

સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે ૧.૨ લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાની મંજૂરી આપી છે. આ માટે પ્રાઇસ સ્ટેબલાઇઝેશન ફંડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે.(૨૩.૪)

(10:04 am IST)