Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

એરકન્ડીશ્નર બંધ હશે તો રેલ્વે મુસાફરોને ટીકીટના નાણા પરત કરશે

મુંબઇ, તા., ર૧: ઇન્ડીયન રેલ્વે એ દુનિયાના મોટા રેલ નેટવર્ક પૈકીનું એક છે. મુસાફરોની આવાગમન અવરીત રહેતી હોય છે. આ વચ્ચે તંત્ર ઉણુ ઉતરતું હોવાની મુસાફરોની અનેક ફરીયાદો ઉઠતી હોય છે. મુસાફરી દરમિયાન એસી કમ્પાર્ટમેન્ટના એસી ચાલતા નહિ હોવાની પણ અનેક ફરીયાદો ઉઠે છે. તાજેતરમાં રેલ્વે દ્વારા અમુક નિયમો અને શરતોને આધીન આવી ફરીયાદો ઉઠે ત્યારે મુસાફરોના ટીકીટના નાણા પરત કરવાનું નક્કી કર્યુ છે.

પ્રવાસી ફર્સ્ટ કલાસ એસીની ટીકીટનું બુકીંગ કર્યુ હશે તો પ્રવાસીને એસી ફર્સ્ટ કલાસ અને ફર્સ્ટ કલાસના ટિકીટ દરના ફરકના પૈસા પાછા મળશે. જો પ્રવાસીની ટુ ટીયર એવી અથવા થ્રી ટીયર એસીની ટીકીટનું બુકીંગ કર્યુ હશે તો તેને સ્લીપર કોચના ડબાના ટીકીટ ભાડા અને ટુ ટીયર અથવા થ્રી ટીયર એસીની ટીકીટની ફરકની રકમ પાછી આપવામાં આવશે. જો પ્રવાસીની ચેર કારની ટીકીટ રહેશે તો તે પ્રવાસીને સેકન્ડ કલાસ પ્રમાણે ફરકની રકમ આપવામાં આવશે. જો પ્રવાસીએ એકઝીકયુટીવ કલાસની ટીકીટ હશે તો તેને જો પ્રવાસીઓએ ઇ-ટીકીટ બુકીંગ કર્યુ હશે તો પ્રવાસીઓ પહોંચશે  તે સ્ટેશને વીસ કલાકના અંદર ટીડીઆર માટે ઓનલાઇન પધ્ધતીથી અરજી કરવાની ફરજીયાત રહેશે. તેમજ ટીકીટ ચેકીંગ સ્ટાફ પાસે લીધેલા સર્ટીફીકેટને આઇઆરસી ટીસીના ઇન્ટરનેટ ટીકીટીંગ સેન્ટર દિલ્હી મોકલાવાની જરૂર પડશે.

તેમજ આ ટીકીટ બુકીંગ કરેલાં પ્રવાસીઓની ટીકીટ તપાસ થયા બાદ તેની નકલ રેલ્વે વિભાગને મોકલાવવી પડશે. ત્યાર બાદ રેલ્વે વિભાગ તરફથી સંબંધીત રેલ્વેના ઝોનના કમાન્ડીંગ અધિકારી પાસેથી રેલ્વેના ડબામાં એસીની નિષ્ક્રિયતા બદલ માહીતી આપીને પ્રવાસીઓના અકાઉન્ટમાં પૈસા પરત કરવામાં આવશે.

(12:41 pm IST)