Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પિતા બકરીઓ પાળતા હતા : દીકરો અબજપતિ : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની રેડમાં 163 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલો સોનુ ઝડપાયું

તામિલનાડુ: તામિલનાડુમાં બકરીઓ પાળવાનો ધંધો કરતા સૈયદુરાઈ ના પુત્ર નાગરાજન ની કંપનીઓમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટએ દરોડા પડતા 163 કરોડ રૂપિયા રોકડા તથા 100 કિલો સોનુ ઝડપાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

. નાગરાજન સેય્યાદુરઈ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવીને પિતાનાં ધંધામાં જોડાયા હતા. તેમના પિતા સેય્યાદુરઈ રાજ્યનાં વિરૂધનગર જિલ્લાનાં અરૂપ્પુકોટાઈથી આવે છે જ્યાં તેઓ બકરીઓ પાળવાનો ધંધો કરતા હતા. આ બકરીઓને કસાઇઓને વેચીને પોતાના પરિવારનું ગુજરાન કરતા હતા, ત્યારબાદ તેઓ રાજ્યનાં રાજમાર્ગ વિભાગમાં કૉન્ટ્રાક્ટર બન્યા હતા.

આજે નાગાર્જુન ત્રણ  કંપનીઓ-SPK સ્પિનર્સ પ્રાઇવેટ લિમિટેડ, શ્રીબાલાજી ટોલવેજ અને SPK એન્ડ કો એક્સપ્રેસવે-માં ડાયરેક્ટર છે. SPK સમૂહને છેલ્લા કેટલાક વર્ષમાં રાજ્યનાં અબજો રૂપિયાનાં ટેન્ડર મળ્યા હતા. DMKએ આમાં ભ્રષ્ટાચાર હોવાની ફરિયાદ કરી ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગે નાગાર્જુનનાં ત્યા દરોડા પાડ્યા હતા અને જણાવ્યું કે આ દરોડમાં બેનામી સંપત્તિ મળી આવી છે. નાગાર્જુનનાં અલગ અલગ ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં 163 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલો ગૉલ્ડ ઝડપાયું હતુ.

 

(12:32 pm IST)