Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 73.45 કરોડનો જંગી ઘટાડો

મુંબઈ: દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલેકે વિદેશી મૂડી ભંડારમાં ગઈકાલ 20 જુલાઈના રોજ પૂર્ણ થયેલ સપ્તાહમાં 73.45 કરોડનો ઘટાડો નોંધાયો છે.જે સૌથી મોટા ઘટાડા સમાન છે તેથી આ ભંડોળ ઘટીને 405.07 અબજ થઇ ગયું છે.. બેંકનાં જણાવ્યા પ્રમાણે વિદેશી મુદ્રા ભંડારને ડૉલરમાં જણાવવામાં આવે છે અને આની પર પાઉન્ડ, સ્ટર્લિંગ અને યેન જેવી આંતરરાષ્ટ્રીય મુદ્રાઓનાં મૂલ્યમાં થનાર ઉતાર-ચઢાવની સીધી અસર પડે છે. આ સમયગાળા દરમિયાન ભારતનો સ્વર્ણ ભંડાર 21.11 અબજ ડૉલર રહ્યો છે, જે 1,448,0 અબજ ડૉલર બરાબર છે.

આ દરમિયાન ભારતનાં વિશેષ નિકાસી અધિકાર(SDR)નું મૂલ્ય 78 લાખ ડૉલર ઘટીને 1.48 અબજ ડૉલર થઇ ગયું છે, જે 101.3 અબજ રૂપિયાનાં બરાબર છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં દેશનાં હાલનાં ભંડારનું મૂલ્ય 1.30 કરોડ ડૉલર ઘટીને 2.47 અબજ ડૉલર નોંધવામાં આવ્યું, જે 168.4 અબજ બરાબર છે.

(12:13 pm IST)