Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

૧લી સપ્ટેબરથી ફોર વ્હીલર્ર્સ માટે ૩ વર્ષ તથા ટુ વ્હીલર્સ માટે ૫ વર્ષનો થર્ડ પાર્ટી વીમો અનિવાર્ય

સુપ્રિમ કોર્ટ કહે છે ઓટો કંપની માટે ૧લી સટટે.થી થર્ડ પાર્ટી વીમા વગર વાહનો વેંચી નહિ શકેઃ હવે લેવાનો રહેશે બહુવર્ષીય વીમો

નવીદિલ્હી, તા.૨૧: સુપીમકોર્ટ કહ્યું કે ઓટો કંપનીઓએ ૧ લી સપ્ટેમ્બરથી જરૂરી થર્ડ પાર્ટી વીમા વગર ફોરવ્હીલ અને ટુવ્હીલર ગાડિઓ વેચી શકાશે નહિ સુપ્રીમ કોર્ટ કહ્યું કે ૧ લી સપ્ટેમ્બરથી નવા ફોરવ્હીલર્સ વાહનોનું રજીસ્ટ્રેશન કરાવતા સમયે ત્રણ વર્ષ માટે થર્ડ પાર્ટી વીમો લેવા જરૂરી બનશે એવી જ રીતે ટુવ્હીલર્સ માટે પાંચ વર્ષ સુધીનો થર્ડ પાર્ટી વીમો જરૂરી કરી દેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તેજીથી વધતા માર્ગ અકસ્માતો માટે લેવામાં આવ્યો છે કારણ કે એવુ માનવામા આવી રહ્યુ હતું કે લોકો જયારે નથી. ગાડી ખરીદે છે તો વીમો કરાવે છે પરંતુ તેમાથી અનેક લોકો વીમા પોલીસને રિન્યુઅલ કરાવતા નથી જોકે આ નિર્ણયની સીધી અસર ગાડી ખરીદનારના ખીચ્ચા પર પડશે. કારણે કે હવે તેને વીમા તરીકે વધુ રકમ ચુકવવી પડશે.

કોર્ટમાં સુનાવણી દરમ્યાન જયારે વીમા કંપનીઓએ આ પ્રસ્તાવ પર આનાકાની કરી તો સુપ્રીમકોર્ટ વીમા કંપનીનુ ફટકાર લગાવીને કહ્યું કે માર્ગ અકસ્માતમાં લોકો  મરી રહ્યા છે માર્ગ અકસ્માતમાં એક લાખથી વધુ મુત્યું દર વર્ષ થઇ રહી છે. દર ત્રણ મિનિટે એક અકસ્માત થાય છે લોકો મરી રહ્યા છે અને નમે કહી રહ્યા છો કે. તેને મરવા દેવામા આવે.

બહુવર્ષીય વીમાના પક્ષમાં વકીલ ગૌરવ અગ્રવાલે કહ્યું કે થર્ડ પાર્ટી ઇન્ટપોરન્સ ફફત નવી કાર અથવા બાઇક ખરીદતા સમયેજ થાય છે. પરંતુ પછીના વર્ષ લોકો વીમો કરાવતા નથી આવા વાહનોની સંખ્યા ૬૫ ટકાથી વધુ હોય છે જેનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સી હોતો નથી તેઓએ કહ્યું કે તેથી એક વારમાં જ દરેક વર્ષના થર્ડ પાર્ટી ઇન્શ્યોન્સ થવો જોઇએ.(૨૨.૫)

 

(11:44 am IST)