Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસ અપડેટ્સ - ન્યૂઝફર્સ્ટ : તા. 25-03-2020 : સાંજે 8-15 વાગ્યે

1) દિલ્હીમાં સ્ટોર્સ, ટ્રાન્સપોર્ટ, મેન્યુફેક્ચરીંગ, જરૂરી સર્વિસિસના સ્ટોરેજમાં કામ કરતા લોકોને ઈ-પાસ આપવામાં આવશે: CM અરવિંદ કેજરીવાલ

2) ભારતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ ઝડપથી વધી રહ્યા છે : ગઈકાલે (5.45 વાગ્યે) - 519 : આજે (6.45 વાગ્યે) - 607

3) સરાહનીય પગલું : વડોદરા કલેકટર દ્વારા ગોત્રી વિસ્તારમાં બનાવવામાં આવી રહેલી 250 પથારીવાળી સુવિધા માટે નિવૃત્ત નિષ્ણાંત ડોકટરો અને નર્સોની ભરતી શરૂ કરવાના નિર્દેશો જારી કરાયા છે.

4) કર્ણાટકના ડીજીપી નું કહેવું છે કે રાજ્યમાં કરિયાણાની દુકાનો અને ખાદ્યપદાર્થોની આવશ્યક દુકાનો 24/7 ખુલી રહી શકશે. જેથી લોકો માત્ર સવાર - સાંજ જ ભીડ ન કરે.

5) ગુજરાતમાં વધુ બે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે : વડોદરા 01, રાજકોટ 0 : રાજ્યમાં હવે કુલ 39 કેસ થયા.

(9:57 pm IST)