Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મિનિમમ એકાઉન્ટ બેલેન્સની શરત દૂર કરાઈ

મુંબઈઃ કોરોના વાયરસ સામે લડવાના હેતુસર એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સરકારે કેટલાક નિર્ણયો કર્યા હતા. આઈટીઆર ફાઈલિંગથી લઈને પેન- આધાર લિંકિંગ સુધી અનેક નાણાંકીય મહેતલોને વધારીને ૩૦મી જૂન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વધુ એક મોટો નિર્ણય મુશ્કેલ સમયમાં પ્રજામાં લેવામાં આવ્યો છે. આ નિર્ણય એ છે કે, હવે કોઈપણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપર કોઈપણ ફી લાગશે નહીં. નાણામંત્રીના આ નિર્ણય મુજબ ડેબિટ કાર્ડ ધારક આગામી ત્રણ મહિના સુધી કોઈપણ બેંકને એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે જેના ઉપર કોઈપણ ચાર્જ લાગૂ થશે નહીં. સાથે સાથે કેટલાક મહિના સુધી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સની શરત પણ દૂર કરી દેવામાં આવી છે. કોરોના કટોકટી વચ્ચે પૈસાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે લોકો નજીકના કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. નાણામંત્રીની આ જાહેરાતથી તમામ બેંકોના ખાતાધારકોને મોટી રાહત થઈ છે. કોોરના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે લોકો લોકડાઉનની સ્થિતિ વચ્ચે બહાર નિકળી શકતા નથી. આવી સ્થિતિમાં પૈસાની જરૂરિયાતને પૂર્ણ કરવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ માટે અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ આજે લેવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે તમામ માહિતી આપી હતી. સાથે સાથે કોરોના સામે લડવા માટે લેવામાં આવી રહેલા પગલા અંગે વધુ રાહત આપવાના સંકેત પણ આપ્યા હતા. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈપણ પ્રકારની તકલીફ કોઈને ન થાય તે દિશામાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે.

(3:42 pm IST)