Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ૧૨૦ અરબ ડોલરનું નુકસાન થશે

બાર્કલેજ બેંકનો ચોંકાવનારો રીપોર્ટ : ચાલુ વર્ષનો વિકાસ ૫.૨થી ઘટાડીને ૩.૫ ટકા કર્યો

નવી દિલ્હી તા. ૨૫ : કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉનની અર્થવ્યવસ્થાને અંદાજે ૧૨૦ અરબ ડોલરની કિંમત ચુકવવી પડશે. એટલું જ નહી આ કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર પણ ઘટી જશે. આ હિસાબ બાર્કલેજ બેંકે એક રીસર્ચ રીપોર્ટમાં અંદાજ લગાવ્યો છે.

વડાપ્રધાન મોદીએ ગઇકાલે સાંજે આપેલા દેશના નામે આપેલા સંદેશ બાદ તૈયાર આ રીપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે બદલતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેલેન્ડર વર્ષ ૨૦૨૦ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર અંદાજે ૨.૫ ટકા રહેશે. જ્યારે અગાઉનું અનુમાન ૪.૫ ટકા હતો. તેની સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિકાસદર પૂર્વાનુમાનને ૫.૨ ટકાથી ઘટીને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષમાં ભલે વિકાસ દર ઘટી ગયા પરંતુ આવતા વર્ષે વધારો થશે એવો અંદાજ લગાડવામાં આવ્યો છે. બાર્કલેજ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે ઘરેલુ ઉત્પાદન અથવા જીડીપીમાં ૮.૨ ટકાનો અંદાજ લગાવામાં આવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૮.૦ ટકા રહ્યો.

રીપોર્ટનું માનવું છે કે લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ૧૨૦ અરબ ડોલરનું નુકસાન થશે. કે જે જીડીપીના ચાર ટકા છે તેમાંથી ૯૦ અરબ ડોલરનું નુકસાન લોકડાઉનનો સમય વધારવાના કારણે થશે જેથી તેની અસર જીડીપીના વિકાસદર પણ પડશે.

(3:27 pm IST)