Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શા માટે આપણા પર કોરોનાનો ભય વધારે છે?

એકવાર કોવિડ-૧૯ના કેસ ૧૦૦ પર પહોંચ્યા પછી અનેકગણી ઝડપે વધી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૫: કોઇપણ દેશ મહામારીના જડબામાં જઈ રહ્યો છે કે તેનાથી દૂર તે સમજા માટે જે તે બીમારીના કેસને બે ફેઝમાં વેચવામાં આવે છે. પહેલો ફેઝ જેમાં તે બીમારીના પ્રથમ ૧૦૦ કેસ અને ત્યાર બાદ નોંધાતા તમામ કેસ ફેઝ-૨ છે. હવે આ પદ્ઘતીથી તમને ખ્યાલ આવશે કે કયો દેશ મહામારીની ખીણ તરફ ધકેલાઈ રહ્યો છે અને કયા દેશે સફળતાપૂર્વક દૈનિક નવા નોંધાતા કેસમાં ઘટાડો મેળવ્યો છે.

જેમ કે ઉદાહરણ તરીકે જાપાન, અહીં જયાં સુધી પ્રથમ ૧૦૦ કેસ કોવિડ-૧૯ના નોંધાયા ત્યાં સુધી પ્રતિ દિવસ નવા કેસ વધવાની સંખ્યા હતી ૧૩% જે બાદ આશ્ચર્યજનક રીતે આ નવા કેસ વધવાની સંખ્યા પ્રતિ દિવસના ૮.૧ થઈ ગઈ. જેનો અર્થ થયો જાપાને રોગચાળાના ફેલાવા પર થોડો પણ કાબૂ મેળવી લીધો છે. આ જ રીતે દ. કોરિયા અને સિંગાપોર પર આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. જયારે ભારત સહિત બીજા ૨૩ દેશ આ તેનાથી તદ્દન વિરુદ્ઘ દિશામાં જઈ રહ્યા છે. આ દેશોમાં એકવાર કોવિડ-૧૯ના કેસ ૧૦૦ પર પહોંચ્યા પછી અનેકગણી ઝડપે વધી રહ્યા છે.

જયારે અમેરિકા, સ્પેન અને ફ્રાંસની સાથે સરખામણી કરવામાં આવે તો ઇટલીમાં પ્રથમ ૧૦૦ કેસ બાદ સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાવવા લાગી. જેના કારણે એક સાથે ૩ થી ૪ ગણા નવા કેસ રોજ સામે આવવા લાગ્યા. જયારે બીજી તરફ શરૂઆતમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ ધીરે ધીરે ચીન, સિંગાપોર, સાઉથ કોરિયા અને જાપાનમાં નવા કેસની સંખ્યા ઓછી થવા લાગી. જયારે પશ્ચિમ યુરોપ, અમેરિકા અને ભારતમાં આ સંખ્યા પ્રથમ ૧૦૦ કેસ બાદ વધવા લાગી છે.

મોટાભાગના ઉચ્ચ આવકવાળા દેશોમાં ડેનમાર્ક અને આયરલેન્ડ જ એવા દેશ છે જેમાં પ્રથમ ૧૦૦ કેસ બાદ આ રોગના ફેલાવાને રોકવામાં સફળતા મળી છે. આ તમામ દેશોમાં પશ્ચિમ યુરોપ અને પૂર્વ એશિયાની દ્રષ્ટીએ ઇન્ફેકશનના ઓછા કેસ સામે આવ્યા છે.

(12:09 pm IST)