Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પાકિસ્તાની છ વર્ષની બાળકીની ભારતમાં સારવાર માટે મંજૂરી :વિદેશ મંત્રાલયે ગૌતમ ગંભીરની અપીલ સ્વીકારી

ગૌતમ ગંભીરે પત્ર લખીને પકિસ્તાની બાળકી અને તેના માતા પિતા માટે વિઝાની ભલામણ કરી હતી

 

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે સારવાર માટે પાકિસ્તાની બાળકીને વીઝા આપવા માટે પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની અપીલને સ્વીકારી છે. હાર્ટ પેશન્ટ 6 વર્ષની બાળકી અને તેના માતાપિતાએ વીઝા માટેને નિર્દેશ અપાયા છે.

ગૌતમ ગંભીરે એક એક્ટોબરે વિદેશ મંત્રાલયને પત્ર લખી અને પાકિસ્તાનના મોમૈમા અલી અને તેમના માતા-પિતાના વીઝા માટે ભલામણ કરી હતી.

   ગૌતમ ગંભીરે વિદેશ મંત્રીનો આભાર વ્યક્ત કરતું એક ટ્વીટ પણ કર્યુ. જેમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાની બાળકી અને તેના માતા-પિતાને હાર્ટ સર્જરી માટે વીઝા ઉપલબ્ધ કરાવવા માટે વિદેશમંત્રીનો આભાર માન્યો હતો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ  શાહનો પણ આભાર માન્યો હતો.

(12:00 am IST)