Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મુંબઇ પીએમસી બેન્‍કના ખાતાધારકોએ આરબીઆઇ મુખ્‍યાલય બહાર કર્યા દેખાવો

        મુંબઇમાં આવેલ પંજાબ એન્‍ડ મહારાષ્‍ટ્ર કો-ઓપરેટીવ(પીએમસી)  બેંકના ખાતાધારકોએ  બેંક ખાતામાં જમા રહેલા પૈસા પરત કરવાની માગ  કરતા આરબીઆઇ મુખ્‍યાલયની બહાર શનિવારના વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

        નાણાંકીય અનિયમીતતા સામે આવ્‍યા પછી આરબીઆઇએ  પીએમસી બેંકને છ મહિનામાં પૈસા ઉપાડવાની વધુમાં વધુ મર્યાદા રૂ. ૪૦૦૦૦ નકકી કરી છે.

(11:38 pm IST)