Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ફલોરીડામાં વાવાઝોડું ટ્રોપીકલ સાઈકલોન- ૧૬ ત્રાટકશે

જયોર્જીયામાં આજે બપોર પછી અને ઉત્તર કેરોલીનાના કિનારાઓ પર કાલે સવારે પહોંચશે

મેકસીકોઃ મેકસીકોના અખાતમાં એક ચક્રવર્તીય સીસ્ટમ ઉભી થઈ છે અને આજ­ે ફલોરીડાના કિનારાએ પર ત્રાટકે તેવી શકયતા હોવાનું નેશનલ હરીકેન સેન્ટરે જણાવ્યું હતું.ટ્રોપીકલ સાયકલોન ૧૬ એવું નામ ધરાવતું આ વાવાઝોડું મીસીસીપી નદીની દક્ષિણે ૨૩૦ દુર છે અને તે ઉત્તર પૂર્વ તરફ ૨૨ માઈલ પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના પવનની ગતિ લગભગ ૬૦ માઈલ પ્રતિ કલાકની છે. જો ટ્રોપીકલ સાયકલોન ૧૬ વધુ મજબૂત બનીને વાવાઝોડામાં ફેરવાશે. તો તેનું નામ નેસ્ટર થઈ જશે.

આ વાવાઝોડાના કારણે જોરદાર પવન, ભારે વરસાદ અને અસરગ્રસ્ત વિસ્તારમાં પુરની સ્થિતી થઈ શકે છે. ફલોરીડાના  ગર્વનર રોન્ડ ડી સાન્ટીસે ટવીટ કર્યું હતું કે સરકાર આના પર નજર રાખી રહી છે અને લોકોને પૂર અને અંધારપટનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહેવાયું છે.

ફલોરીડાના કિનારે અથડાયા પછી આ વાવોઝોડું ઉત્તરપૂર્વમાં આગળ વધશે અને ઉત્તર કેરોલીનાના કિનારાઓ પર રવિવારે સવારે પહોંચશે. તેની અસરના કારણે જયોર્જીયામાં શનિવારે બપોર પછી ભારે પવન અને ભારે વરસાદ પડશે. જે રવિવાર સવાર સુધી ચાલુ રહેશે.

(3:38 pm IST)