Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

આ ખ્યાતનામ કંપનીના પ્રોડકટમાં કેન્સરના જીવાણુ : ૩૩૦૦ ડબ્બા પરત લેવાયા

ન્યુયોર્ક, તા. ૧૯ : આ ખ્યાતનામ કંપનીના પ્રોડકટમાં કેન્સરના જીવાણું, ૩૩ હજાર ડબ્બા પરત લેવાયા

અમેરિકાની બેબી પ્રોડકટ બનાવતી કંપની જોનસન એન્ડ જોનસન ફરીવાર વિવાદમાં આવી છે. જોનસન બેબી પાવડરમાં કેન્સરના જીવાણું મળતા કંપનીએ ૩૩ હજાર ડબ્બાને પરત લીધા છે. જોનસન બેબી પાવડરમાંથી એસ્બેસ્ટસની માત્રા જરૂરિયાત કરવા વધારે મળી આવી છે.

એસ્બેસ્ટસ એક દ્યાતક કાર્સિનોજેન છે. જેના કારણે કેન્સર જેવી બીમારી થાય છે. પાવડરમાંથી કેન્સરના જીવાણુ મળતાની સાથે અમેરિકામાં જોનસન એન્ડ જોનસનના શેરમાં ૬ ટકાનો દ્યટાડો નોંધાયો. જોનસન એન્ડ જોનસન કંપનીએ બેબી પ્રોડકટના આધારે દુનિયાના પોતાની ઓળખ બનાવી છે.

જયારે કંપનીની કેટલીક પ્રોડ્કટ વિવાદમાં પણ આવી છે. ભારતમાં બેબી શેમ્પુમાં કેન્સરના જીવાણું મળી આવ્યા હતા. જે બાદ એનસીપીઆર દ્વારા રિપોર્ટ માગવામાં આવ્યો હતો. અને માર્કેટમાંથી જોનસન એન્ડ જોનસન બેબીની પ્રોડકટને દૂર કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

(3:31 pm IST)