Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સ્કોચ-ફ્રેન્ચ વાઇન-ઇટાલીયન ચીઝ મોંઘા બનશે

વોશિંગ્ટન તા. ૧૯: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન માલ પરની જકાતમાં વધારો જાહેર કર્યો છે જેની કુલ કિંમત લગભગ ૭.પ બિલીયન ડોલર જેટલી થાય છે. આ વધારાના કારણે હવે અમેરીકામાં સ્કોચ વ્હીસ્કી, ફ્રેન્ચ વાઇન અને ઇટાલીયન ચીઝ મોંઘા થશે. ઉપરાંત ડેરી પ્રોડકટો, ફળો, કોરી, મેટલ ટૂલ્સ, પુસ્તકો, બીસ્કીટસ, કપડાઓ પણ વિવિધ દેશોમાંથી આયાત થાય છયે તે મોંઘા થશે.

નવો રપ ટકાનો દર શુક્રવારે રાતથી જ લાગુ કરી દેવાયો છે. જે ટ્રમ્પનું વૈશ્વીક ટ્રેડ બેરને ભડકાવતું એક નવું પગલું છે. ર૦૧૮ પછી આ પહેલી વાર યુરોપીયન યઁુનિયનમાંથી આયાત થતા સ્ટીલ પર રપ ટકા અને એલ્યુમીનીયમ ૧૦ ટકાના દર કરવામાં આવ્યો છે.યુરોપીયન યુનિયન માટે અમેરિકા ખોરાક અને ડ્રીન્કસનું સૌથી મોટું બજાર છે. તેની કુલ નિકાસના ૧૬ ટકા અમેરીકામાં જાય છે.યુરોપિયન યુનિયને કહ્યું હતું કે તે આ વધારાનો જવાબ અમેરીકાની હવાઇ જહાજ બનાવતી કંપની બોઇંગ પર પોતાની રીતે ટેરીફ વધારીને આપશે.

(3:30 pm IST)