Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જનરલ બોર્ડમાં ગણતરીની મીનીટોમાં અરજન્ટ સહીત ૮ દરખાસ્તો બહુમતીએ મંજુર

રાજકોટઃ આજે મળેલા જનરલ બોર્ડમાં મવડીમાં નિર્માણ પામેલ નવી આવાસ યોજનાઓનું રામ-લક્ષ્મણ-સીતા નામકરણ કરવા ત્થા નાનામૌવામાં ટીપી સ્કીમ વેરીક કરી ખાનગી માલીકને પ્લોટ ફાળવવાની અરજન્ટ દરખાસ્તો સહીત કુલ ૮ દરખાસ્તોને માત્ર ગણતરીની મીનીટોમાંજ શાસકોએ બહુમતીથી મંજુર કરી હતી. તે વખતની તસ્વીરમાં ભાજપનાં કોર્પોરેટરો હાથ ઉંચા કરી તરફેણમાં મતદાન કરી રહેલા દર્શાય છે.   જનરલ બોર્ડમાં મહાનગર પાલીકાની પ્રારંભીક નગર રચના યોજના નં.૯ (રાજકોટ)ના અનામત પ્લોટ નં.એસ-૧(એસ.ઇ.ડબલ્યુ.એસ.એચ.) અને એસ.આઇ. પ (પબ્લીક પર્પઝ)ને અરસ-પરસ હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-૭૦ હેઠળ વેરીડ કરવા. શહેરના વોર્ડ નં. ૧૦ માં એસ.એન.કે. સ્કુલ પાછળ નવનિર્મિત કોમ્યુનીટી હોલનું કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ નામકરણ કરવા, મહાનગર પાલીકાની ટી.પી. સ્કીમ નં. ૭ના અંતિમખંડ નં. ૧૩૮ના સબ પ્લોટ નં. ૯ પૈકીની જમીન બજાર ભાવથી આપવા,  કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ તેમજ વર્ગ-૪ના ફિકસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા, વોર્ડ નં. ૧૩ માં સ્વામી નારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ શાળા નં. ૬૯ શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમીક શાળાના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવા તથા નગર પ્રાથમીક શિક્ષણ સમીતીનું રોજકામ જાણમાં લેવા ૬ દરખાસ્તો પણ મંજુર થયેલ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:21 pm IST)