Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પાકિસ્તાનથી રણ રસ્તે કચ્છમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ : અમિતભાઈ શાહ આજે રાત્રે સોમનાથમાં, કાલે સવારે દર્શન આરતી અને પૂજનનો લાભ લેશે : ભુજમાં લાખો રૂપિયાની લૂંટ, કારીયા બ્રધર્સ વાળા રેવાશંકર કારીયા ઉપર હુમલો : રાજકોટ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં જબરો હોબાળો, કોંગ્રેસના વશરામ સાગઠિયાની દારૂ પરમીટ અંગેની વીડિયો ક્લિપ ભાજપના ઉદય કાનગડે બોર્ડમાં દર્શાવી : જામનગર જિલ્લામાં કલાવડના ગામડાઓમાં ભૂકંપના આંચકા, મકાનોમાં તિરાડો પડી, પોપડા પડ્યા : ગુજરાતની ૬ બેઠકો ઉપર પ્રચાર પડઘમ શાંત, ૨૧મીએ મતદાન, ૨૪મીએ પરિણામ : ઓપિનિયન પોલમાં ભાજપની બલ્લે બલ્લે, હરિયાણામાં ભાજપાની બમ્પર જીત થશે, મહારાષ્ટ્રમાં એકલા હાથે સરકાર બનાવશે, abp-સી-વોટરનું તારણ, : ઉત્તર પ્રદેશમાં હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની ધરપકડ, ઇન્ડિયન જેહાદી જૂથ, અલ હિન્દ બ્રિગેડે હત્યા કર્યાનું કબૂલ્યું

(12:44 pm IST)