Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમે સાવરકરજી ની વિરૂદ્ધ નથીઃ ઇન્દિરાજીએ તેમની ટપાલ ટિકીટ પણ જારી કરી હતીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની પ્રતિક્રિયા

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ બીજેપી દ્વારા મહારાષ્ટ્રના ઘોષણ પત્રમાં વી.ડી. સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કરવા પર કહ્યું છે કે

ઇન્દિરાજીએ સાવકરજીની યાદમાં ટપાણ ટીકીટ પણ જારી કરી હતી અમે તેની વિરૂદ્ધ નથી. એમણે કહ્યું અમે હિન્દુત્વ વિચારધારાનું સમર્થન નથી કરતા જેનો સાવકરજી પક્ષ લેતા હતા.

(10:22 pm IST)
  • બિહારમાં નિતિશ કુમારની આગેવાનીમાં જ ભાજપ લડશેઃ અમિતભાઇ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષ અને જનતાદળ યુ પક્ષ સાથે મળીને મુખ્યમંત્રી નીતીશકુમારની નેતાગીરી હેઠળ જ લડશે. access_time 11:29 am IST

  • વલસાડ તાલુકા પંચાયતના ગોરગામ સીટના અપક્ષ સભ્યનું સભ્યપદ રદ કરાયું : સામાન્ય સભાની બેઠકમાં સતત ગેરહાજર રહેતા નવીનભાઈ ભીખુભાઇ પટેલનું સભ્યપદ રદ કરવા સામાન્ય સભામાં થયો ઠરાવ access_time 2:36 pm IST

  • PMC બેન્ક કૌભાંડ : ખાતામાંથી રોકડ રકમ ઉપાડવા માટે RBIએ નક્કી કરેલી મર્યાદા દૂર કરવાની માંગણી નામંજૂર : અરજદારોને હાઇકોર્ટમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટની સૂચના access_time 12:23 pm IST