Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

80C હેઠળ ડિડકશન લિમિટ વધાર્યા વગર છૂટકો નથી

કોરોનામાં ખર્ચ વધી ગયોઃ હવે ડિડકશન લિમિટ ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયા કરવી જરૂરી : મોંઘવારી વધવાની સાથે આ સેકશન હેઠળ મળતા ડિડકશન લાભો બહુ નાના જણાય છે

નવી દિલ્હી, તા.૧૮: ભારતીય કરદાતાઓ ઇન્કમ ટેકસ બચાવવા માટે સેકશન ૮૦સીનો સારો એવો ઉપયોગ કરે છે. પરંતુ મોંદ્યવારી વધવાની સાથે આ સેકશન હેઠળ મળતા ડિડકશન લાભો બહુ નાના જણાય છે. આ વખતના બજેટ ૨૦૨૨માં સેકશન ૮૦સી હેઠળ ડિડકશન લિમિટ વધે તેવી શકયતા છે.

FY2013-14 સુધી આવકવેરા ધારાના સેકશન ૮૦સી હેઠળ વધુમાં વધુ એક લાખ રૂપિયાના ડિડકશનનો લાભ મળતો હતો. ત્યાર પછી FY2014-15માં તે વધારીને રૂ. ૧.૫ લાખ કરવામાં આવ્યો. છેલ્લા સાત વર્ષથી આ લિમિટ વધી નથી. બીજી તરફ લોકોનો પગાર વધ્યો છે અને દ્યણા ખર્ચ પણ વધ્યા છે. તેથી section 80C હેઠળ ડિડકશન મર્યાદા વધવી જોઈએ તેવી માંગણી છે. દર વર્ષે કરદાતાઓ સેકશન ૮૦સી હેઠળના લાભો વધારવા માંગણી કરતા હોય છે.

ટેકસ નિષ્ણાતો જણાવે છે કે કોવિડના કારણે વધેલા ખર્ચ અને ફુગાવાને ધ્યાનમાં રાખીને Budget ૨૦૨૨ સેકશન ૮૦સી હેઠળ ઓછામાં ઓછા રૂ. ૨.૫ લાખના ડિડકશનનો લાભ મળવો જોઈએ. તેનાથી કરદાતા પર ટેકસ બોજ દ્યટવાની સાથે સરકારને પણ ફાયદો થશે.

સેકશન ૮૦C હેઠળ કયા બેનિફિટ મળે છે?

સેકશન ૮૦સીનો લાભ માત્ર વ્યકિતગત કરદાતા અને હિંદુ વિભકત કુટુંબ (HUF)ને મળે છે. રોકાણકારે ટેકસ બચાવતા વિવિધ સાધનોમાં રોકાણ કરીને રૂ. ૧.૫ લાખ સુધીના રોકાણ માટે ટેકસ ડિડકશન કલેમ કરી શકે છે.

સેકશન ૮૦સી હેઠળ નીચેના સાધનોમાં રોકાણ કરમુકત ગણાય છેઃ

- લાઈફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ

- PPFમાં કરેલું યોગદાન (રોકાણ)

- EPF અને VPFમાં રોકાણ

- હાઉસિંગ લોનની પ્રિન્સિપાલ રકમ

- મકાન ખરીદી માટે ચુકવાયેલ સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ

- ELSS અથવા ટેકસ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

- બાળકોની ટ્યુશન ફી

- ૫ વર્ષની ટેકસ સેવિંગ બેન્ક અથવા પોસ્ટ ફિકસ ડિપોઝિટ

- સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ

સેકશન ૮૦સીની લિમિટ શા માટે વધવી જોઈએ

વ્યકિતની કુલ આવકમાંથી ૮૦સી હેઠળ કરેલા રોકાણની રકમ બાદ કરીને કરપાત્ર આવક નક્કી કરવામાં આવે છે. તેથી સેકશન ૮૦સીની લિમિટમાં વધારો કે દ્યટાડો થાય તો વ્યકિતના ટેકસ બોજ પર અસર પડે છે.

સેકશન ૮૦સીની લિમિટ વધે તો એકથી વધારે ફાયદા થઈ શકેઃ

વ્યકિતગત કરદાતા માટેઃ

- તેનો વ્યકિતગત ટેકસ બોજ દ્યટશે

- તે પોતાની નિવૃત્ત્િ।, બાળકોના શિક્ષણ, લગ્ન વગેરે નાણાકીય લક્ષ્યો માટે વધુ બચત કરી શકશે.

- ઘરની ખરીદીને ઉત્ત્।ેજન મળે

- વ્યકિતગત કરદાતાને સુરક્ષાની ભાવના મળશે

સરકાર માટેઃ

- તેનાથી દ્યરગથ્થુ બચતને ઉત્ત્।ેજન મળશે અને ફુગાવો નિયંત્રણમાં રહેશે

- તે લાંબા ગાળાના ફંડને ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા સેકટરમાં ચેનલાઈઝ કરવામાં મદદ કરે.

- સરકારને નીચા ખર્ચે ભંડોળ મળી રહે છે

- તે હાઉસિંગ જેવા ઉદ્યોગને ઉત્ત્।ેજન આપે છે જે રોજગારી પેદા કરવામાં સૌથી મહત્ત્વના ઉદ્યોગ પૈકી એક છે.

- તેનાથી બાળકીના શિક્ષણ, લગ્ન વગેરે સામાજિક લક્ષ્યો સિદ્ઘ કરવામાં મદદરૂપ છે.

ઉપર જણાવ્યું તેમ ૮૦C હેઠળ રૂ. ૧.૫૦ લાખની ડિડકશન લિમિટ છેક ૨૦૧૪-૧૫માં નક્કી થઈ હતી. ત્યાર બાદ જીવન ખર્ચમાં દ્યણો વધારો થયો છે. તેથી આગામી બજેટમાં આ લિમિટ રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૨.૫ લાખ કરવી જોઈએ.

(3:31 pm IST)