Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

લોકોએ કાયમ માસ્‍ક પહેરવો નહિ પડેઃ ડો. ફાઉચી

મહામારી નજીકના ભવિષ્‍યમાં સમાપ્‍ત નહી થાય અને ઓમિક્રોન કોરોનાનું અંતિમ સ્‍વરૂપ નહિ હોય

નવી દિલ્‍હી, તા. ૧૮ :. આંતરરાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય નિષ્‍ણાંતોએ ચેતવણી આપી છે કે કોરોના મહામારી નજીકના ભવિષ્‍યમાં સમાપ્‍ત થવાની નથી અને ઓમિક્રોન કોરોનાનું અંતિમ સ્‍વરૂપ નહી હોય. તેઓએ કહ્યુ છે કે ઘણુ ખરૂ આ ઘાતક વાયરસના હવે પછીના સ્‍વરૂપની અસર અને તેની સંક્રામકતા ઉપર નિર્ભર રહેશે. વિશ્વ આર્થિક મંચના સપ્તાહભર ચાલેલા ઓનલાઈન દાઓસ એજન્‍ડા સંમેલનના પ્રથમ દિવસે કોવિડ-૧૯ની સ્‍થિતિ પર પોતાના સંબોધનમાં જાણીતા અમેરિકી મહામારી વૈજ્ઞાનિક એન્‍થોની ફાઉચીએ કહ્યુ છે કે નવા સામાન્‍યને લઈને કોઈ પૂર્વ અનુમાન લગાવવાનું મુશ્‍કેલ બનશે. તેમનુ કહેવુ છે કે મારા મત પ્રમાણે લોકોએ કાયમ માસ્‍ક પહેરો નહી પડે. ડો. ફાઉચીએ કહ્યુ છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે પરંતુ તે જીવલેણ નથી. જ્‍યારે મને આશા છે કે હાલ સ્‍થિતિ આવી જ રહેશે. જો કે ઘણુખરૂ આવનારા સમયમાં ઉભરતા વાયરસના નવા સ્‍વરૂપ પર નિર્ભર કરશે.
તેમને કહ્યુ હતુ કે મહામારીને લઈને અનેક પ્રકારની ભ્રામક માહિતીઓ છે પરંતુ એ કહેવુ મુશ્‍કેલ છે કે મહામારી ક્‍યાં સુધી ચાલુ રહેશે ? ફાઉચીએ કહ્યુ છે કે એ અંદાજ લગાવવાનો મુશ્‍કેલ છે કે નવો વેરીયન્‍ટ કેવો હશે ? જો કે તેમણે કહ્યુ હતુ કે મને નથી લાગતુ કે લોકોએ કાયમ માસ્‍ક પહેરવો પડશે

 

(10:47 am IST)