Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

તેલંગણા રાષ્ટ્ર સમિતિ ઉપર બિલ્ડર અને નેતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવ્યોઃ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ ડોનેશન મેળવનારી ક્ષેત્રીય પાર્ટી બની

 

હૈદરાબાદઃ તેલંગણાના કાર્યવાહક મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) 2017-18માં સૌથી વધુ ડોનેશન મેળવનારી ક્ષેત્રીય પાર્ટી બની  છે. ચૂંટણી આયોગને આપેલી માહિતી મુજબ TRSને આ વર્ષ દરમિયાન 19.4 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું.

કોંગ્રેસને-ભાજપને કેટલું ડોનેશન?

ચૂંટણી આયોગના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય પાર્ટીઓમાં સૌથી વધુ ડોનેશન કોંગ્રેસને (26 કરોડ રૂપિયા) મળ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ડોનેશનની માહિતી જાહેર કરી નથી. TRS દ્વારા આયોગને આપેલી માહિતી મુજબ પાર્ટીને મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપનીઓએ ડોનેશન આપ્યું છે. જેમાં TRSના લોકસભા સાંસદ પી શ્રીનિવાસ રેડ્ડીની કંપની રાઘવ કંસ્ટ્રક્શન્સ પણ છે. હાલમાં જ ટેક્સ ચોરી મામલે રેડ્ડીના ઘરે રેડ પડી હતી જેમાં 60 કરોડનો ખુલાસો થયો હતો.

(6:28 pm IST)