Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરોઃ વિદ્યાર્થીનીઓને સ્કુટી અને ૧૦ લાખ લોકોને રોજગારીનું વચન

    ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેંદ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, ધર્મેદ્ર પ્રધાન, નરેંદ્ર સિંહ તોમર,મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના પ્રદેશ અઘ્યક્ષ રાકેશ સિંહ, પ્રભાત ઝા સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ૧૦ લાખ લોકોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે. ૧૨માં ધોરણમાં ૭૫ ટકા કરતા વધારે લાવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવાનું વચન આપવામાં આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મફત મુસાફરી કરવા માટે સુવિધા આપવામાં આવશે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મધ્ય પ્રદેશને આઈટી અને મેડિકલના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે કામ કરીશું. દર વર્ષે ૧૦ લાખ રોજગાર ઉત્પન્ન કરશે સરકાર. કૃષિના માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાનું કામ સરકાર કરશે. ગ્વાલિયર અને જબલપુરમાં સરકાર મેટ્રો લાવશે. નવી ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ સ્થાપિત કરશે. તેમણે ઉમેરેલ કે નારી શકિત સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જેમાં મહિલા સશકિતકરણ માટે સ્વસહાયતા સમૂહો, તેજસ્વિની દ્વારા સ્વરોજગારનો અભિયાન બનાવવામાં આવશે. ગ્રામ્ય ક્ષેત્રોમાં પીવાના પાણી માટે નલજળ યોજના. વીજળીની ક્ષમતાને ૧૪૦૦૦ મેગાવોટ સુધી લઈ જવા માટે સરકાર કામ કરશે. મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં છે. મધ્ય પ્રદેશની તમામ ૨૩૦ બેઠકો પર ૨૮ નવેમ્બરના મતદાન થશે. મતગણતરી ૧૧ ડિસેમ્બરના થશે.

(3:04 pm IST)
  • તેલંગાણાની ચુંટણી માટે કોંગ્રેસે ત્રીજુ લીસ્‍ટ જાહેર કર્યું: ૧૩ ઉમેદવારોની જાહેરાતઃ ૭ ડીસેમ્‍બરે મતદાન access_time 1:12 pm IST

  • વડોદરા :પિતા-પુત્રની સાઉદી અરબમાં ધરપકડ : મક્કા મસ્જિદ બહાર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવતા ધરપકડ : વડોદરાનાં ઇમ્તિયાઝ અલી સાઉદી પોલીસની કસ્ટડીમાં : ઇમ્તિયાઝ અલીનાં પુત્ર ઉઝેરને વહેલી સવારે કરાયો મુક્ત:સાઉદીમાં પિતા ઇમ્તિયાઝને છોડાવવા પુત્રનાં પ્રયાસો access_time 4:33 pm IST

  • જેતપુર:વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઈવે પરની ઘટના : એસટી બસની સાઈડ કાપવા જતો ટોરસ ટ્રક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો :ચાલું વીજપ્રવાહ સાથેના ઈલેક્ટ્રીક પોલના તાર એસટી બસ અને ટોરસ ટ્રકને અડી જતાં બસના પેસેન્જરો અને ટ્રક ડાઈવરમાં નાશભાગ : નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા મોટી જાનહાની ટળી: અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો : વીરપુર પોલીસે અને પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો access_time 4:34 pm IST