Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણેક સરકાર અને કાફલા પર હુમલો :સીપીએમએ ભાજપ પર લગાવ્યો આરોપ

નવી દિલ્હી :ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણેક સરકાર અને સીપીએમના કેટલાક વરિષ્ઠ નેતાઓના કાફલા પર  હુમલો થયો હતો  અગરતલાથી 25 કિમી દૂર આવેલ સિપાહિજાલા જિલ્લામાં આ હુમલો થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લોકો સભામાંથી પરત ફરી રહ્યા હતા એ સમયે હુમલો થયો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના કાફલા પર હુમલો થયો તેને લઈને સીપીએમે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

  CPMએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને આ હુમલા પાછળ ભાજપ સમર્થિત ગુંડાઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. સીપીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપ સમર્થિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે અને તેઓ સભાસ્થળ પર પહેલેથી જ હાજર હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમણે કાફલા પર હુમલો કર્યો. જ્યારે ભાજપના પ્રવક્તા અશોક સિંહે આ આરોપોને ફગાવી દીધા અને આ ઘટનાની નિંદા કરી છે

(12:47 pm IST)