Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રિટેલ ટર્મ- ડિપોઝિટનાં વ્‍યાજનાં દરમાં ૨૫ બીપીએસ સુધીનો વધારો

૨ વર્ષથી વધારેથી ૩ વર્ષ સુધીની મુદ્દત માટે ટર્મ- ડિપોઝિટ પર ૭.૫૦ ટકા વ્‍યાજદર મળશે

રાજકોટ,તા.૧૭: આઈસીઆઈ સીઆઈ બેંક દ્વારા રૂ.૧ કરોડથી ઓછી ટર્મ- ડિપોઝિટનાં વ્‍યાજદરોમાં ૨૫ બેસિસ પોઈન્‍ટ સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ૧૫ નવેમ્‍બરથી લાગુ વ્‍યાજદરમાં આ વધારે ડોમેસ્‍ટિક ટર્મ- ડિપોઝિટ્‍સ માટે તમામ વિવિધ મુદ્દત માટે લાગુ છે. આ નોન રેસિડન્‍ટ ઓર્ડિનરી (એનઆરઓ) અને નોન રેસિડેન્‍શિયલ એક્ષ્ટર્નલ (એનઆરઈ) ટર્મ- ડિપોઝિટ માટે પણ લાગુ છે.

બેંક આ વધારા સાથે ૨ વર્ષથી ૩ વર્ષની મેચ્‍યોરિટી ધરાવતી ટર્મ- ડિપોઝિટ પર પીક ઈન્‍ટરેસ્‍ટ રેટ ૭.૫૦ ઓફર કરે છે.

રિટેલ લાયાબિલીટીઝ ગ્રુપનાં સિનીયર જનરલ મેનેજર અને હેડ પ્રણવ મિશ્રાએ કહ્યું હતું કે, નાણાકીય બજારમાં પ્રવર્તમાન અસ્‍થિરતા કે ચડઉતર સાથે અમે ગ્રાહકોને ફિકસ્‍ડ ડિપોઝિટમાં રસ વધી રહ્યો હોવાનું જોયું છે, જે આકર્ષક વ્‍યાજદર, લિક્‍વિડિટી અને સુનિヘતિ રિટર્ન ઓફર કરે છે. ૨ થી ૩ વર્ષની મુદ્દત ગ્રાહકોને વર્ષે ૭.૫ ટકા (વરિષ્‍ઠ નાગરિકો માટે વર્ષ ૮ ટકા)નાં ઊંચા વ્‍યાજદરે રોકાણ કરવાની તક ઓફર કરે છે. સંપત્તિની સમજીવિચારીને ફાળવણી કરવાની વ્‍યૂહરચના તરીકે અમારૂં માનવું છે કે ગ્રાહકોએ આ તકનો લાભ લેવા નજર દોડાવવી જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંક ૭ થી ૧૪ દિવસનાં ઓછા ગાળાથી લઈને ૧૦ વર્ષ સુધીની વિવિધ મેચ્‍યોરિટી ધરાવતી ટર્મ- ડિપોઝિટ ઓફર કરે છે. આ તમામ મેચ્‍યોરિટીની ટર્મ- ડિપોઝિટમાં વરિષ્‍ઠ નાગરિકોને ૫૦ બેસિસ વધુ વ્‍યાજદર મળે છે.

ગ્રાહકો બેંકની કોઈપણ શાખામાં ફિકસ્‍ડ ડિપોઝિટ/ રિકરિંગ ડિપોઝિટની ટર્મ- ડિપોઝિટ ખોલી શકે છે. તેઓ બેંકની ઈન્‍ટરનેટ અને મોબાઈલ બેંકિંગની બેંકની ડિજિટલ ચેનલ્‍સોનો ઉપયોગ કરીને તેમજ એટીએમ અને ફોન બેકિંગનો ઉપયોગ કરીને તેમનાં ઘરે/ ઓફિસે કે કોઈપણ જગ્‍યાએથી તેમની સુવિધાએ આ ડિપોઝિટ સુવિધાજનક રીતે ખોલી શકે છે.

 

(12:27 pm IST)