Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સબરીમાલા : દર્શન ન કરવા મળતા તૃપ્તિ દેસાઇ નારાજ : કહ્યું- 'હવે કહ્યા વગર, ગોરીલા રણનીતિ બનાવીને જઇશ'

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ તૃપ્તિ દેસાઇને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતા

નવી દિલ્હી તા. ૧૭ : કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી બહાર નીકળવા દીધા નહીં. ત્યારબાદ આખો દિવસ એરપોર્ટ રહ્યાં બાદ તૃપ્તિ દેસાઈ મુંબઈ પરત ફર્યાં. તેમણે કહ્યું કે અમે નહતા ઈચ્છતા કે ત્યાં હિંસા થાય. આથી અમે પાછા ફર્યાં. આ વખતે અમે કહીને સબરીમાલા મંદિરના દર્શન માટે ગયા હતાં. પરંતુ હવે આગામી વખતે અમે કહ્યાં વગર જઈશું. આ માટે અમે ગોરીલા રણનીતિ અપનાવીશું. પોલીસે અમને ભરોસો અપાવ્યો છે કે હવે તેઓ અમને સુરક્ષા ઉપલબ્ધ કરાવશે.

શુક્રવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પહોંચેલા તૃપ્તિ દેસાઈએ ત્યાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો. તૃપ્તિ અને અન્ય મહિલાઓને સીઆઈએસએફ જવાનો અને પોલીસની સહાયતાથી એરપોર્ટની બહાર કાઢવામાં આવ્યાં. મુંબઈ પહોંચેલા તૃપ્તિએ કહ્યું કે પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં હતાં, તેમણે આવું નહતું કરવું જોઈતું. તેઓ પોતાની જાતને ભગવાન અયપ્પાના અનુયાયીઓ કહે છે પરંતુ મને નથી લાગતુ કે તેઓ તેમના અનુયાયીઓ છે. તેઓ અમને મૌખિક રીતે પરેશાન કરી રહ્યાં હતાં. આ સાથે જ અમને ડરાવી ધમકાવી રહ્યાં હતાં.

તૃપ્તિ દેસાઈએ કહ્યું કે અમને ત્યાં એરપોર્ટ પર રોકવામાં આવ્યાં હતાં. જો તેમણે અમારો વિરોધ કરવો જ હતો તો તેમણે નિલક્કલમાં અમારા વિરુદ્ઘ પ્રદર્શન કરવું જોઈતું હતું. પરંતુ તેઓ જાણતા હતાં કે જો અમે નિલક્કલ પહોંચ્યા તો અમે દર્શન કરીને જ પાછા ફરત. આથી તેમણે અમને એરપોર્ટ પર રોકયાં.

અત્રે જણાવવાનું કે મહિલાઓના પ્રવેશને લઈને વિવાદોમાં ચાલી રહેલા કેરળના સબરીમાલા મંદિરના દ્વાર શુક્રવારે સાંજે જ ખુલી ગયા હતાં. ત્યાં સબરીમાલા મંદિરમાં દર્શન માટે શુક્રવારે ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈ પણ કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ એરપોર્ટની બહાર તેમનો ભારે વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં એરપોર્ટ બહાર પ્રદર્શનકારીઓ ભેગા થયા હતાં. જેમણે તૃપ્તિને બહાર નીકળવા જ ન દીધા.

તૃપ્તિ દેસાઈએ એરપોર્ટની બહાર ન નીકળવા દેતા અંદર જ સાથીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો. તેમનું કહેવું હતું કે પોલીસે અમને એરપોર્ટના બીજા ગેટથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રદર્શનકારીઓ મક્કમ થઈને બેઠા હતાં. તેઓ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેનો અર્થ એ હતો કે પ્રદર્શનકારીઓ ડરેલા છે કે જો અમને નિલક્કલ સુધી પહોંચવા દેવામાં આવ્યાં તો સબરીમાલા સુધી જતા રહીશું. આથી તેઓ અમને ડરાવી રહ્યાં હતાં.

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરના રોજ આદેશ આપ્યા બાદ મંદિર ત્રીજીવાર શુક્રવારે સાંજે ખુલ્યું. સુપ્રીમના ચુકાદા બાદ પણ મહિલાઓને મંદિરમાં હજુ સુધી પ્રવેશ મળી શકયો નથી. આ બાજુ એરપોર્ટની બહાર હાજર ભાજપના નેતા એમએન ગોપીએ પણ દેસાઈનો વિરોધ કર્યો હતો.

(10:54 am IST)
  • સુરતના પલસાણા ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:પલસાણા જોળવા ગામે નંદલાલ ગુપ્તા નામના યુવકની થઇ હતી હત્યા: લોખંડના પાઇપ મારી કરવામાં આવી હતી હત્યા:SOG પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા:હત્યા કરનાર મુર્તકની પત્ની, પુત્ર અને સાળો જ નીકળ્યા:ન જેવી બાબતે ઝગડો થયાં બાદ દિવાળીના દિવસે નંદલાલ ગુપ્તાની કરાઈ હતી હત્યા:પોલીસે હત્યામાં સામેલ પત્નીની કરી ધરપકડ, જ્યારે પુત્ર અને સાળા ને વોન્ટેડ જાહેર કર્યા access_time 10:44 pm IST

  • સુરતના હજીરા થી ભાવનગરના ઘોઘા વચ્ચે 9 ડિસેમ્બરથી રો રો પેસેન્જર સર્વિસનો પ્રારંભ થશે:4 કલાકમાં ઘોઘા થી હજીરા પહોંચી શકાશે access_time 12:01 pm IST

  • ગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST