Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

હવે ટીએમસી હિંદુત્વના શરણે :ગૌ અષ્ટમીએ ગાયનું કર્યું પૂજન

ગાય માત્ર ભાજપ અને આરએસએસની સંપ્તતી નથી: ગાયની પુજાનો અમને પણ અધિકાર : દિનેશ બજાજ

કોલકાતા : પશ્ચિમ બંગાળનાં તૃતણુલ કોંગ્રેસ (TMC) ભાજપ પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવી રહ્યા છે ત્યારે ટીએમસીનાં નેતા -પૂર્વ ધારાસભ્ય દિનેશ બજાજ રાજ્યનાં ઉત્તર 24 પરગણામાં ગૌ અષ્ટમીની પુજા કરી હતી. આ દરમિયાન દિનેશનાં 14 ગાયોનું પુજન કર્યું અને તમામને એક વિશેષ રીતે તૈયાર કરેલી ચુંદડીથી સજાવવામાં પણ આવી. આ સાથે જ તમામ ગાયોમાટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. 

ટીએમસી નેતા દિનેશ બજાજે કહ્યું કે, ગાય ભગવાનનું સ્વરૂપ છે અને તે અમારી માતા સમાન છે. ગાય માત્ર ભાજપ અને આરએસએસની સંપ્તતી નથી. ગાયની પુજાનો અધિકાર અમને પણ છે. તેના માટે અમે ભાજપથી હિંદુ હોવાના સર્ટિફિકેટ ન હોવું જોઇએ. અમે પોતાનાં ભગવાનની પુજા કરીશું અને અન્ય ધર્મોના ભગવાનનું સન્માન પણ કરીશું. દિનેશ બજાજે જણાવ્યું કે. તેઓ એક વર્ષ પહેલાથી આ પુજાનું આયોજન કરી રહ્યા છે. 

(12:00 am IST)