Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુઓ અને શીખોના નરસંહાર માટે કોણ જવાબદાર છે? : NGO વી ધ સીટીઝન એ SIT તપાસની માંગ કરી : કાશ્મીરી પંડિતો અને શીખોના પુનર્વસન માટે સરકારને નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત

ન્યુદિલ્હી : 1989-2003 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હિંદુઓ અને શીખોના નરસંહારમાં કોણ સામેલ હતા? તેમને કોની પાસેથી મદદ મળી? આ ગુનેગારોની ઓળખ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની માંગ કરવામાં આવી છે. 'વી ધ સિટિઝન' નામની એનજીઓએ ભારત સરકાર સમક્ષ આ માંગણી મૂકી છે.

એનજીઓનું કહેવું છે કે રાજ્યનું તંત્ર સત્તાધારી રાજકીય પક્ષોથી એટલી હદે પ્રભાવિત છે કે ધાર્મિક હત્યાઓ અને હિજરતના માસ્ટરમાઈન્ડ એવા ગુનેગારો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.

એનજીઓએ ભારત સરકાર દ્વારા રચાયેલી SITના રિપોર્ટના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. આ લોકોએ જમ્મુ અને કાશ્મીરના તે હિન્દુઓ અને શીખોની વસ્તી ગણતરી કરાવવાની પણ માંગ કરી છે, જેઓ આજે દેશના વિવિધ ભાગોમાં રહેવા માટે મજબૂર છે. આ NGOએ ભારત સરકારને જાન્યુઆરી 1990માં હિજરત બાદ અહીં થયેલી તમામ મિલકતોના વેચાણને રદ કરવાની અપીલ કરી છે. પછી ભલે તે ધાર્મિક, રહેણાંક, કૃષિ, વ્યાપારી, સંસ્થાકીય, શૈક્ષણિક અથવા અન્ય કોઈપણ સ્થાવર મિલકત હોય.

પુનર્વસન માટે સરકારને નિર્દેશ આપવાની માંગ
સંગઠને કેન્દ્ર સરકારને કાશ્મીરી હિંદુઓ અને શીખો કે જેઓ 1990 અથવા તે પછી કાશ્મીરમાંથી દેશના અન્ય કોઈ ભાગમાં સ્થળાંતર કરી ગયા હતા તેમના પુનર્વસન માટે સરકારને નિર્દેશ આપવાની માંગ કરી છે. એનજીઓ 'વી ધ સિટિઝન્સ'એ પણ એડવોકેટ બરુણ કુમાર સિન્હા મારફત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આમાં, SCને કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને અપીલ કરવામાં આવી છે કે તે જમ્મુ અને કાશ્મીરના તે હિન્દુઓ અને શીખોની વસ્તી ગણતરી કરે, જેઓ આજે દેશના વિવિધ ભાગોમાં રહે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)