Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વડાપ્રધાન મોદીએ કેરળના પૂરની સ્થિતિની મેળવી જાણકારી :મુખ્યમંત્રી સાથે કરી ફોનમાં વાતચીત

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કેરળના મુખ્યપ્રધાન પી.વિજયન સાથે વાતચીત કરીને પૂરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી  વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મુશ્કેલ ઘડીમાં કેન્દ્ર સરકાર કેરળના લોકોની સાથે મજબૂતી સાથે ઉભી છે. સાથે જ દરેક જરૂરી સહાયતા આપવા માટે તૈયાર છે.

(12:22 am IST)
  • દેશભરમાંથી નેતાઓનો પ્રવાહ દિલ્હી ભણી અટલજીની તબિયત અંગે બુલેટીન જાહેર થવાની તૈયારીઃ કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સતત ઉપસ્થિતઃ મમતા બેનર્જી-શિવરાજસિંહ સહિત અનેક નેતા દિલ્હી દોડયાઃ અટલ બિહારી વાજપેયીની અત્યંત નાજુક સ્થિતિ access_time 1:36 pm IST

  • સુરેન્દ્રનગરના પાટણના ઇનાજ ખાતે વહેલી સવારે વીજ તંત્રનો દરોડોઃ ટીસીમાંથી ડાયરેકટ વીજ ચોરી ઝડપી લેવાઇઃ ૬૦ લાખનું બીલ ફટકારાયું : સુરેન્દ્રનગરના પાટણના ઇનાજ ખાતે બાતમી પરથી વીજ તંત્રની ટીમે લાલજીભાઇ વાળાનું કનેકશન ચેક કરતા ટ્રાન્સફોર્મરમાંથી મીટર બાયપાસ કરી વીજ ચોરી કરતા ઝડપાયાઃ કુલ ૬૦ લાખથી વધુનું બીલ ફટકારાયું: કલમ ૧૩પ મુજબ કાર્યવાહીઃ વીજીલન્સના એકઝી. ઇજનેર ડોબરીયાનું સફળ ઓપરેશન access_time 4:58 pm IST

  • અમરેલીના હરસુરપુર દેવળીયા માં રહેતા દેવીપૂજકો ના ઝૂંપડાઓમાં આગ લગાડાઈ : મોડી રાત્રે અજ્ઞાત લોકોએ ઝુપડાઓમાં આગ લગાવી : પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી access_time 4:59 am IST