Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ઈન્ટરનેટ વાપરવા માટે 35 કિલોમીટર દૂર જાય છે કાશ્મીરી લોકો :પ્રતિ કલાકનો ચાર્જ 350 ચૂકવે છે !!

બનિહાલના રામબાણ જિલ્લાનું પહાડી વિસ્તાર જમ્મુ ડિવિઝનમાં હોવાથી ઇન્ટરનેટ કાર્યરત : 12 દુકાનોમાં ઇન્ટરનેટ કાફે

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ અહીના વિસ્તારોમાં મોબાઈલ ફોન,, ઈન્ટરનેટ  અને લેન્ડલાઈનની સર્વિસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના મોબાઈલથી કોલ કરી શકે છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતા . સરકાર તરફથી કેટલીક જગ્યાએ ઈન્ટરનેટ સેવા આપવા માટે સ્પેશિયલ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભારે ભીડના કારણે સામાન્ય લોકોના કામ સરળતાથી નથી થતાં. કલાકો સુધી રાહ જોયા પછી લોકોને ખાલી હાથે ફરવું પડે છે.

   ઈન્ટરનેટ માટે ભારે ભીડ દક્ષિણ કાશ્મીરના કોકેરાંગની રહેનારી 18 વર્ષની સુમિત્રા વાણી ભારે ઠંડી વચ્ચે બે વખત અનંતનાગ ગઈ હતી. તેને આઈટી ઓફિસમાં જઈને મેડિકલનું રિઝલ્ટ ચેક કરવાનું હતું. પરંતુ ભારે ભીડના કારણે તેને કામ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, ત્યાં ખુબ જ ભીડ હતી. ચાર કમ્પ્યૂટર હતા. પરંતુ ભીડ એટલી બધી હતી કે, જગ્યા ન્હોતી.

  ઈન્ટરનેટ માટે બનિહાલમાં લોકોનો જમાવડોત્યારબાદ વાણીને કોઈએ બનિહાલ જવાની સલાહ આપી હતી. જ્યાં ઇન્ટરનેટના બ્રોડબેન્ડ કામ કરી રહ્યા છે. બનિહાલ રામબન જિલ્લામાં એક પહાડી વિસ્તાર છે. જમ્મુ ડિવિઝનમાં હોવાથી અહીં ઈન્ટરનેટ કામ કરી રહ્યા છે. અહીં 12 દુકાનોમાં ઈન્ટરનેટ કાફે છે. જ્યાં રૂ.350 પ્રતિકલાકના હિસાબથી ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવે છે.

(7:51 pm IST)