Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

હવે કોઈ બેભાન વ્યકિતને ડુંગળી સુંધાડીને હોશમા લાવવો સંભવ નથી : સામનામાં શિવસેનાનો કટાક્ષ

નાણામંત્રીના ડુંગળીના મુદ્દા પર આપેલા નિવેદન પર તીખો પ્રહાર પણ કર્યો

મુંબઈ : દેશમા  ડુંગળીની વધતી કિંમતોને લઈને જ્યાં સામાન્ય લોકો પરેશાન છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. જેમા છેલ્લા કેટલાક મહિના પૂર્વે ભાજપની સહયોગી રહેલી શિવસેનાએ હવે અર્થતંત્ર અને વધતી મોંધવારીને લઈને ભાજપ પર પ્રહાર શરુ કર્યા છે.

 મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ શિવસેનાએ તેના મુખપત્ર સામનામા સંપાદકીયથી હુમલો કર્યો છે. જેમાં લખ્યું છે કે ' બેભાન વ્યક્તિને ડુંગળી સુંધાડીને હોંશમા લાવવામા આવે છે, પરંતુ હવે તો તે પણ બજારમાંથી ગાયબ થઈ ગઈ છે. તેથી હવે ડુંગળી સુંધાડીને કોઈને હોશમા લાવવા સંભવ નથી.

શિવસેનાએ નાણામંત્રી નિર્મલા સીતારમણના ડુંગળીના મુદ્દા પર આપેલા નિવેદન પર તીખો પ્રહાર કર્યો હતો. સામનામા લખ્યું કે નિર્મલા સીતારમણ નાણામંત્રી છે પરંતુ આર્થિક નીતિના તેમનું યોગદાન કેટલું છે. હું ડુંગળી નથી ખાતી તમે પણ ના ખાવો આ તેમનું જ્ઞાન છે. જો કે નિર્મલા સીતારમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજુ કરવામા આવ્યું હતું.

(6:53 pm IST)